Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગેરકાયદેસર દારૂનો જથ્‍થો પકડવા ગયેલ દાનહ એક્‍સાઈઝની ટીમ પર બુટલેગરોનો હુમલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલી એક્‍સાઇઝ વિભાગને મળેલ બાતમીના આધારે દયાત ફળિયા લાલ બંગલા પાછળ દારૂનો ગેરકાયદેસર જથ્‍થો રાખ્‍યા બાદ ત્‍યાંથી બીજી જગ્‍યા પર સપ્‍લાય કરવામાં આવતો હતો. જેનાઆધારે એક્‍સાઇઝ વિભાગની ટીમ પહોંચી તે સમયે અચાનક જ બુટલેગરોએ હુમલો કર્યો હતો, જેમાં એક્‍સાઇઝ વિભાગની બે કારના કાચ તોડી નાખ્‍યા હતા અને ત્‍યાંથી બુટલેગરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્‍સાઇઝ વિભાગની ટીમે જે ગાડીમાં દારૂનો જથ્‍થો ભરવામાં આવી રહ્યો હતો તે અને અન્‍ય ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કર્યો હતો. બુટલેગરો દ્વારા અચાનક હુમલો કરાતા એક્‍સાઇઝ વિભાગની ટીમે પોલીસને બોલાવી હતી અને આ હુમલો કરનાર કોણ હતા અને ક્‍યાંથી આવ્‍યા હતા? એ અંગે વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

વલસાડ જુજવા ગામે એસ.આર.પી. જવાનની કારે બાઈકને ટક્કર મારી દેતા માતા-પૂત્ર અને જવાન અકસ્‍માતમાં ઘાયલ

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર મારૂતિકારે ઍક્ટીવાને ટક્કર મારતા સગા ભાઈ-બહેનનું અકસ્માતમાં મોત

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

Leave a Comment