Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

પતિ ધર્મેશ પટેલ સિવિલમાં મૃત હાલતમાં મળ્‍યો : પરિવારે શંકાસ્‍પદ મોત અંગેની ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ દિવેટ ગામ સિવિલ રોડ ઉપર રહેતી પરિણિતા ઉપર અજાણ્‍યો મોબાઈલ ફોન ગતરોજ આવ્‍યો હતો. સામેથી કહેવાયું કે તારા પતિને લઈ જા નહીતર મારી નાખીશું. ઘટના બાદ મચેલી દોડધામના અંતે પતિ સિવિલમાં મૃત હાલતમાં મળી આવ્‍યો હતો. રહસ્‍યમય આ બનાવનો મામલો વલસાડ પોલીસ સુધી પહોંચ્‍યો હતો.
વલસાડ દિવેટ ગામે સિવિલ રોડ ઉપર પરિણિતા જીતાશા ધર્મેશ પટેલ પતિ સાથે પિયરમાં રહે છે. પતિ ધર્મેશ પટેલ પારડી આઈ.ટી.આઈ.માં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. રવિવાર હોવાથી તે ઘરે આવ્‍યો હતો. બાદમાં ગાડી લઈને બહાર ગયો હતો તે દરમિયાન થોડા સમય પછી પત્‍ની જીતાશા ઉપર ફોન આવે છે કે તારા પતિને લઈ જા ગાડરીયા પેટ્રોલ પમ્‍પ ઉપર આવી જા. ગભરાયેલી પત્‍નીએ પરિવાર અને સાસુને વાત કરી. બાદમાં ઓળખીતાઓ સાથે ગ્રામજનો સહિત લોકો ગાડરીયા સી.એન.જી. પમ્‍પ પાસે પહોંચ્‍યા તો જાણવા મળ્‍યું હતું કે, ધર્મેશને ખેંચ આવતા સિવિલ ખસેડાયો છે. સિવિલમાં તપાસ કરતા ફરજ પરના તબીબોએ ધર્મેશ પટેલને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર રહસ્‍યમય બનાવનો મામલો પોલીસમાં પહોંચ્‍યો છે. પત્‍ની જીતાશાબેન ફરિયાદનોંધાવી હતી. શંકાસ્‍પદ મોતની પરિવારજનો અને ગ્રામજનોએ તપાસની માંગણી કરી હતી.

Related posts

સંઘપ્રદેશના રાજકારણમાં પેઢીઓથી હાવી બનેલા પોલીટિકલ માફિયાઓનો સૂર્યાસ્‍ત થતાં નવા દાનહ અને દમણ-દીવના નિર્માણનો થયો સૂર્યોદય

vartmanpravah

ધો.12 સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ 63.16 ટકા, એ-1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દમણ ન.પા.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપ પ્રમુખે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

Leave a Comment