October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

વર્ષ 2023 અને 2024માં ગુમ થયેલા લોકોને જુલાઈ માસમાં
શોધી કાઢી પરિવારને સુપ્રત કર્યા

ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઈન્‍ટેલીજન્‍સ મારફતે તપાસ કરાવતા
ગુમ થનારાઓની ભાળ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: રાજ્‍યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય, ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમના ડૉ.રાજકુમાર પાંડીયન અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહની સુચના અન્‍વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્‍ટેશનોમાં છેલ્લાં બે વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્‍યક્‍તિઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે જે તે સમયના કાગળો તથા રજિસ્‍ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરી સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલા સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. ઘણાં ખરા કિસ્‍સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્‍યક્‍તિઓ (પુખ્‍ત વયના) ગુજરાત રાજ્‍ય બહાર રહેતા હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું આ તમામ કિસ્‍સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજયમાં જે તે જિલ્લાનાસરપંચો ગામના સભ્‍યો, સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઈન્‍ટેલીજન્‍સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્‍યક્‍તિઓની જાહેરાત આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજ્‍યોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્‍યકિતઓને શોધી કાઢવા અભિયાન ચાલુ રાખવામાં આવ્‍યું હતું.
આ અભિયાનમાં જુલાઈ – 2024માં ફકત એક જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલા બાળક/બાળકીઓ કુલ 24 તથાસ્ત્રી-પુરૂષ કુલ 25 મળી કુલ- 49ને શોધી કાઢવામાં જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં વર્ષ 2023માં 0 થી 18 વર્ષની વયમાં 1 છોકરી અને 18થી ઉપરની વયમાં 1 મહિલા ગુમ થઈ હતી. આ સિવાય વર્ષ 2024માં 0 થી 18માં 6 છોકરા અને 17 છોકરી જ્‍યારે 18 થી વધુ પુખ્‍ત વયમાં 17 મહિલા અને 7 પુરૂષ ગુમ થયા હતા. બંને વર્ષમાં ગુમ થયેલા ઉપરોક્‍ત કુલ 49ને માત્ર એક માસ જુલાઈ દરમિયાન શોધી કાઢી તેમનો કબજો પરિવારજનોને સોંપવામાં આવ્‍યો હતો.

Related posts

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

દમણ અને દીવનું હિત જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ વિજેતા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ

vartmanpravah

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment