પત્નીને મંદિર પૂજા કરવા બોલાવ્યા બાદ ગીરીશ મહેતા નદીમાં નહાવા ગયેલ, પત્ની સામે પતિનું કરુણ મોત થયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: માણસનું મોત ક્યાં અને ક્યારે થાય તેનું કંઈ નક્કી નથી. કંઈક એવી ઘટના શનિવારે સાંજે વાપી લવાછા મહાદેવ મંદિર પાસે વહેતી દમણગંગા નદીમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતા કરુણ મોત થયું હતું.
વાપી લવાછા મહાદેવ મંદિરે શનિવારેસાંજના ગીરીશ નંદન નામનો યુવાન પૂજા-દર્શન માટે પહોંચ્યો હતો. ત્યારબાદ પૂજા કરવા માટે પત્નીને પણ મંદિરે બોલાવી હતી. પત્ની સાથે પૂજા કરવા પહેલા નહાવા માટે ગીરીશ મહેતા પત્ની સાથે પાસે વહેતી દમણગંગા નદીએ નહાવા ગયો હતો. પત્ની કિનારે ઉભી હતી તે દરમિયાન અચાનક પતિને ડૂબતો જોઈને બુમાબુમ કરી હતી. મંદિરે આવેલા લોકો દોડી આવ્યા હતા. કિનારે પહોંચી કેટલાક લોકો નદીમાં પડયા પરંતુ તે પહેલા ગીરીશનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.