January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાઘછીપામાં થયેલ લૂંટ અને ખૂનની કોશિશના આરોપીઓ ઝબ્‍બે

વલસાડ એલસીબી અને પારડી પોલીસના સંયુક્‍ત ઓપરેશને મુંબઈથી 8 આરોપીઓની કરેલી ધરપકડ

નવસારી જેલમાં થયેલ મિત્રોએ ભેગા થઈ લૂંટનો બનાવ્‍યો હતો પ્‍લાન : મુખ્‍ય આરોપી અને સ્‍થાનિક એવા ભરતે ફરિયાદીના પતિના ડ્રાઈવર અને જમાઈ પાસે મેળવી હતી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: ગઈ તા.06-09-2024 ના રોજ વલસાડ જિલ્લાના પારડીપો.સ્‍ટે. હદ વિસ્‍તારમાં આવેલ મોટા વાઘછીપા અંબાચીયુ ફળીયામાં રહેતા ફરિયાદી બેનના ઘર પાસે એક સફેદ કલરની ફોર વ્‍હીલ કારમાં ચાર અજાણ્‍યા માણસો લુંટ કરવાના ઈરાદે આવી ત્રણ માણસો કારમાંથી ઉતરી ફરીયાદી બેનને તેમના પતિ વિશે પુછપરછ કરી પાણીની માંગણી કરી અપગૃહ પ્રવેશ કરી ફરિયાદીને પાછળથી પકડી લઈ ડરાવી ધમકાવી ઘરની અંદર આવેલ બાથરૂમની બાજુમાં લઈ જઈ અવાજ બંધ કર નહીતર તને મારી નાખીશુ તેવી ધમકી આપતા ફરિયાદીએ બુમાબુમ કરતા અજાણ્‍યા ઈસમોએ ગળાના ભાગે ચપ્‍પુ મારવા જતા બચાવમાં ફરિયાદીએ ડાબો હાથ આડો કરતા ડાબા તથા જમણા હાથમાં અને મોઢાના ભાગે મુક્કો મારી ગળુ દબાવી મારી નાખવાની કોશીશ કરી ઘરમાં પુરી નાશી ગયા હતા. જે બાબતે પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ લુંટ વીથ ખુનની કોશિશના ગુનાને તાત્‍કાલિક ગંભીરતાથી લઈ સુરત વિભાગના પ્રેમવીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની સુચના મુજબ પો.ઈ. ઉત્‍સવ બારોટ, એલસીબી વલસાડ તથા પો.ઈ. જી.આર. ગઢવી પારડી પો.સ્‍ટે.ના માર્ગદર્શન મુજબ એલસીબી વલસાડના પો.સ.ઈ. જે.એન. સોલંકી તથા પેરોલ ફલો સ્‍ક્‍વોર્ડના પો.સ.ઈ. જે.જી. વસાવા તથા એલ.સી.બી. તેમજ પારડી પો.સ્‍ટે.નાપોલીસની અલગ અલગ ટીમોની તાત્‍કાલિક રચના કરી બનાવ સ્‍થળની આજુબાજુના સીસીટીવી ફુટેજ, ટેકનિકલ એનાલીસીસ તથા હ્યુમન ઈન્‍ટેલીજન્‍સ આધારે વર્ક આઉટ કરતા આ ગુનામાં આરોપીઓએ એક સફેદ કલરની ઈકો સ્‍પોર્ટસ કારને ઉપયોગમાં લીધી હોવાની લોકલ ક્રાઈમ બ્રાંચ વલસાડને મળી હતી. જે વાહનની સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા સદર કાર મહારાષ્‍ટ્ર તરફથી આવેલ અને ગુનો કર્યા બાદ પણ મહારાષ્‍ટ્ર તરફ પરત ગઈ હોવાની ફળદાયક હકીકત મળી હતી. જેના આધારે ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ વાહન તથા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં લોકલ ક્રાઈમ બ્રાંચે વલસાડ દ્વારા મહારાષ્‍ટ્ર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ ગુનામાં પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્‍યું કે, આ કામના ફરીયાદીના પતિ વસાયે વકિલ હોય તેમજ આર્થિક રીતે સધ્‍ધર હોય આરોપી ભરતભાઈ ઉર્ફે ભરત લંગડો ચંદુભાઈ ધો. પટેલ સ્‍થાનિક રહેવાસી હોય અને તેનો જમાઈ ફરીયાદીના પતિનો કાર ડ્રાઈવર હોય જેથી તેને ફોસલાવી તેની પાસેથી ફરીયાદીના પરિવાર દ્વારા ઘર લેવાની વાતચીત ચાલતી હતી અને તે માટે પૈસાની વ્‍યવસ્‍થા કરી હતી. જેથી ઘરમાં રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના હોવાની માહિતી મેળવી તેમના મિત્ર ધર્મેશ ઉર્ફે ધરમુ મગનભાઈ ચૌધરીસાથે મળી આજથી આશરે બે મહિના પહેલા ફરીયાદીના ઘરની રેકી કરી ફરિયાદીના ઘરમાં લુંટ કરવાનું નક્કી કરી લુંટ કરવા માણસોની જરૂર હોવાથી આરોપી ધર્મેશ ઉર્ફે ધરમુ મગનભાઈ ચૌધરીએ તેના ઓળખીયા આરોપી ચેતન ભીખુભાઈ નાયકાને લુંટ કરવાની વાત કરી હતી. પ્‍લાન મુજબ લુંટ કરવા સામેલ કરતા આરોપી ચેતન નાયકા અગાઉ નવસારી જિલ્લામાં એનડીપીએસના ગુનામાં નવસારી સબ જેલમાં હતો તે દરમ્‍યાન ખુનના ગુનામાં નવસારી જેલમાં કેદ આરોપીઓ બિપીન અશોકભાઈ ધો. પટેલ તથા હેમંતભાઈ ચીમનભાઈ ધો. પટેલની સાથે મિત્રતા થઈ હોય તેઓને પણ લુંટ કરવાના પ્‍લાનમાં સામેલ કરી ફરીયાદીનું ઘર બતાવી સાથે રેકી કરી આરોપી ચેતન ભીખુભાઈ નાયકાએ આ લુંટને અંજામ આપવા મહારાષ્‍ટ્રના કુખ્‍યાત આરોપીઓ સંજય લક્ષી વળવી, દિલીપ પાંડુરંગ ગોરવાલા તથા જયેશ શિવરામ પાટીલને ટીપ આપી બોલાવ્‍યા હતા. ગઈ તા.06-09-2024 ના રોજ આરોપીઓ સંજય લક્ષી વળવી, દિલીપ પાંડુરંગ ગોરવાલા તથા જયેશ શિવરામ પાટીલ મહારાષ્‍ટ્ર તરફથી એક સફેદ કલરની ઈકો સ્‍પોર્ટસ કારને લઈ વાઘછીપા ખાતે આવી સ્‍થાનિક આરોપીઓને મળી ચેતન નાયકાના બે માણસો બિપીન અશોકભાઈ પટેલ તથા હેમંતભાઈ પટેલને કારમાં બેસાડી પાંચેય ઈસમો વાઘછીપા અંબાચીયુ ફળીયા ખાતે આવેલફરીયાદીના ઘરે જઈ ફરીયાદીને વકીલ સાહેબ ક્‍યાં છે? તેમ કહી પાણી પીવાનું જણાવતા ફરીયાદી ઘરમાં પાણી લેવા પોતાના ઘરમાં ગયા હતા તે દરમિયાન પાંચેય ઈસમો પૈકી ત્રણ ઈસમો પાછળ પાછળ ઘરમાં ઘુસી જઈ ફરીયાદીનું મોઢું દબાવી અવાજ નહી કરવા જણાવ્‍યું હતું. તે દરમિયાન સંજય લક્ષી વળવી તથા જયેશ શિવરામ પાટીલે ઘરના પલંગમાંથી તિજોરીની ચાવી શોધી તિજોરીમાંથી પૈસા તથા સોના ચાંદીના દાગીનાઓ શોધવા લાગેલ તે દરમિયાન ફરીયાદીએ જોર જોરથી બુમાબુમ કરતા આરોપીઓએ ફરીયાદીના ગળાના ભાગે ચપ્‍પુ મારવા જતા ફરીયાદીએ હિંમત દાખવી પોતાનો સ્‍વ બચાવ માટે હાથ આડા કરતા ફરીયાદીના ડાબા તથા જમણા હાથમાં ચપ્‍પુના ઘા વાગતા ઈજા થતા અને બુમાબુમ થતા ફળીયાના બીજા માણસો ભેગા થઈ જશે તેવી બીકે આરોપીઓ ગભરાઈ ગયા હોવાથી નાશી ગયા હતા.
આ ગુનામાં સંડોવાયેલ માસ્‍ટર માઈન્‍ડ ભરત ઉર્ફે ભરત લંગડો ચંદુભાઈ પટેલ પોતે મેડીકલ સ્‍ટોર ચલાવે છે અને તેનુ લાયસન્‍સ તેની મિત્ર ઝમીલાબાનુના નામે છે જે મેડીકલ સ્‍ટોર્સની નોંધણી બાબતે પણ શંકાસ્‍પદ જણાય આવેલ છે જે બાબતે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

Related posts

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

સામરવરણીમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં અંભેટીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દીવમાં થઈ રહેલા સર્વાંગી વિકાસ છતાં મળેલા નબળા પ્રતિસાદથી પરાજય થયોઃ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment