April 27, 2024
Vartman Pravah
તંત્રી લેખ

દાનહમાં દેખાતી કેટલીક સમસ્‍યાઓ લોક પ્રતિનિધિઓએ પોતાની અણસમજ અને અણઆવડતના કારણે પેટ ચોળીને ઉભી કરેલી પીડા છે

  • લગ

  • ભગ તમામ સમસ્‍યાઓના નિરાકરણ માટે સ્‍થાનિક પ્રશાસન સક્ષમ પરંતુ તેમને યોગ્‍ય રજૂઆતથી સમજાવી શકે એવા નેતૃત્‍વનો રહેલો અભાવ

  • સંઘપ્રદેશના વિકાસ માટે જેટલું અત્‍યારે અનુકૂળ વાતાવરણ છે તેટલું પહેલાં ક્‍યારેય નહીં હતું: પ્રધાનમંત્રીની સીધી નજર પ્રદેશ ઉપર અને લોકોની ભાવના અને ભાષા સમજી શકવા સમર્થ તંત્ર

દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ વિવિધ ઉમેદવારો અને રાજકીય પક્ષો જાત જાતના અને ભાત ભાતના વચનો આપશે. પરંતુ દેશમાં બહુમતિ સાથેની સરકાર છે. તેથી સત્તાધારી પક્ષ કોઈ વચન આપે તો તે સમજી શકાય એવી વાત છે. પરંતુ જેઓ ચૂંટાઈને વિરોધ પક્ષમાં જ બેસવાના છે તેઓ કેવી રીતે વિકાસના કામોને કે તેઓએ આપેલા અન્‍ય વચનો પૂર્ણ કરી શકવાની ક્ષમતા ધરાવે તે સમજથી ઉપર છે.
અત્રે યાદ રહે કે, હાલમાં દાદરા નગર હવેલી ખાતે કોઈ મોટીસમસ્‍યા નથી. જે પણ કંઈક સમસ્‍યાઓ દેખાય છે તે અણસમજ અને અણઆવડતના કારણે લોક પ્રતિનિધિઓએ પેટ ચોળીને ઉભી કરેલી પીડા છે. કારણ કે જે તે સમસ્‍યાઓ અત્‍યારે દેખાઈ રહી છે તેનું નિરાકરણ સ્‍થાનિક સ્‍તરે જ સંભવ છે અને તેના ઉકેલ માટે પ્રશાસન સક્ષમ છે. પરંતુ અત્‍યાર સુધીના મોટાભાગના નેતાઓ પોતાની વાતને સમજાવવા જ નિષ્‍ફળ ગયા છે અને રજૂઆતકર્તા નેતાઓની નીતિ અને નિયતમાં ભેદ હોવાના કારણે તેમની રજૂઆત પરિણામલક્ષી બની શકી નથી.
અત્રે નોંધનીય છે કે, કેટલાક જોગ અને સંજોગ મનુષ્‍યના હાથમાં રહેતા નથી. પરંતુ કોઈપણ ઘટનાના અર્થઘટનમાં ઈરાદાપૂર્વક થતી ક્ષતિનો ભોગ પ્રદેશની જનતા કે પ્રદેશનો વિકાસ બને એ ઈચ્‍છનીય નથી. કારણ કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસ માટે આજે જેટલું અનુકૂળ વાતાવરણ છે તેટલું ક્‍યારેય રહ્યું નથી. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સીધી નજર દાદરા નગર હવેલીના વિકાસ ઉપર રહેલી છે. પ્રદેશના લોકોની ભાવના અને ભાષા સમજી શકતું તંત્ર છે. પરંતુ કેટલાક લોકોના અંગત સ્‍વાર્થના કારણે વાતાવરણ ડહોળાઈ રહ્યું છે ત્‍યારે સમાજના બુદ્ધિજીવીઓએ આગળ આવી નેતૃત્‍વ લેવાનો સમય પાકી ગયો છે.
લોકશાહીમાં ચૂંટણીમાં ઉભા રહી મત માંગવાનો દરેકને અધિકાર છે અને તોજલોકશાહીની તંદુરસ્‍તી પણ ટકી શકી છે. દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં પણ દરેક ઉમેદવારો પોતપોતાની રીતે મતદારોને પ્રભાવિત કરવા કોશિષ કરશે. ત્‍યારે પ્રદેશના લોકોએ સમજવું પડશે કે, આપણે ક્‍યાં જવું છે? શું વિરોધ પક્ષમાં બેસવું છે? કે સત્તાધારી પક્ષ સાથે સામેલ થઈ વિકાસની રફતારને તેજ કરવી છે? આ પસંદગી સુજ્ઞ મતદારોએ પોતાના વિવેકનો ઉપયોગ કરી કરવી પડશે.
સોમવારનું સત્‍ય
રાજકારણમાં કોઈનો વિરોધ કે ટીકા કરી રાતોરાત ટૂંકી પ્રસિદ્ધી મળી શકે છે. પરંતુ હકારાત્‍મક અભિગમ રાખી વિકાસની રાજનીતિ કરનારાઓનું ભવિષ્‍ય હંમેશા લાંબુ હોય છે.

Related posts

આજે બદલાયેલા દાનહ અને દમણ-દીવનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

vartmanpravah

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

વર્ષોથી ઉપેક્ષિત રહેલા મોટી દમણની સંઘપ્રદેશ પ્રશાસને કરેલી કાયાકલ્‍પઃ પ્રવાસીઓ માટે બનેલું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment