January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડી તાલુકાના ઉદવાડા વિસ્‍તારની આજુબાજુ આવેલ કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા નિર્માણાધિન બિલ્‍ડીંગો-ઈન્‍ડસ્‍ટ્રીઝોને બ્‍લેકમેઈલ કરવાના ગોરખધંધાનો થયેલો આરંભ

એક બિલ્‍ડર પાસે રૂા. 40 લાખની સરપંચે લીધેલી પ્રસાદીઃ ઈન્‍ડસ્‍ટ્રીઝોમાં લેબર અને ભંગારનો પાકો કરેલો કોન્‍ટ્રાક્‍ટ

ઉદવાડા વિસ્‍તારની પંચાયતોમાં પડોશના દમણનો લાગેલો ચેપઃ વલસાડ જિલ્લા તંત્રએ કડક પગલા ભરવાની જરૂરીયાત

જિલ્લા તંત્રના કેટલાક અધિકારીઓ-કર્મચારીઓની પણ સરપંચો સાથે મીલી ભગત હોવાની પ્રબળ બનેલી શંકા

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા વિસ્‍તારની આજુબાજુ આવેલ ગ્રામ પંચાયતોના કેટલાક સરપંચો દ્વારા નિર્માણાધિન બિલ્‍ડીંગો તથા ઈન્‍ડસ્‍ટ્રીઝો પાસે યેનકેન રીતે રૂપિયા ઓકાવવાના ગોરખધંધાની શરૂઆત થઈ ચૂકી છે.તાજેતરમાં એક બિલ્‍ડરે આ વિસ્‍તારના એક સરપંચને રૂા. 40 લાખની પ્રસાદી આપી હોવાની વાત પણ વહેતી થઈ છે.
ઉદવાડા વિસ્‍તારનો સંબંધ મોટા ભાગે પાડોશના કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણ સાથે જોડાયેલો છે. હવે ઉદવાડાની નજીક આવેલ કિકરલા, કલસર, ઉદવાડા, પલસાણા, કોલક વગેરે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં બિલ્‍ડીંગો અને ઈન્‍ડસ્‍ટ્રીઝના નિર્માણમાં ગતિ આવી છે. જેના કારણે આ વિસ્‍તારના કેટલાક સરપંચો ઈન્‍ડસ્‍ટ્રીઝોને બ્‍લેકમેઈલ કરવા જિલ્લા કલેક્‍ટર, શ્રમ આયુક્‍ત વગેરેને ધડ, માથા વગરની રજૂઆતો કરતા જોવા મળ્‍યા છે. આ સરપંચોની મુખ્‍ય રજૂઆતોમાં સ્‍થાનિક લોકોને રોજગારી આપવા, કામના કલાકો, ઓવરટાઈમ સહિતના અનેક વાંધા-વચકા દર્શાવતા પત્રો લખવામાં આવે છે. ત્‍યારબાદ ઈન્‍ડસ્‍ટ્રીઝ જોડે લેબર કોન્‍ટ્રાક્‍ટ, ભંગારનો કોન્‍ટ્રાક્‍ટ તેમજ દર મહિને ચોક્કસ સલિયાણું નિર્ધારીત કરી ફેક્‍ટરીઓ સામે લગાવેલા આરોપો પોતાનું સમાધાન થઈ ગયું હોવાનું જણાવી તેને બંધ કરવા પણ સંબંધિત તંત્રને પત્રો લખતા પણ જોવા મળ્‍યા છે.
અત્રે નોંધવું જરૂરી છે કે, સરપંચોના આ પ્રકારના કૃત્‍યોમાં સંબંધિત વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓની પણ સામેલગીરી તો નથી ને? કારણ કે, સંબંધિત વિભાગો દ્વારા પત્રો મળ્‍યા બાદ ઈન્‍ડસ્‍ટ્રીઝોને યેનકેન રીતે કનડગત કરવાની રીતરસમ શરૂકરવામાં આવે છે. જેના કારણે ઈન્‍ડસ્‍ટ્રીઝના સંચાલકો છેવટે સ્‍થાનિક આગેવાન, સરપંચો સાથે ખૂબ મોટી રકમમાં સમાધાન કરી લેતા હોય છે. આ પ્રકારની રીતરસમ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા વિસ્‍તારની આજુબાજુ આવેલ ગ્રામ પંચાયતોમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેના ઉપર તંત્રએ ખાસ વોચ રાખી આવા તત્ત્વોને બેનકાબ કરવા જરૂરી બન્‍યું છે. જો આ પ્રકારની ત્રાસ જનક ઘટના ચાલું રહી તો ઈન્‍ડસ્‍ટ્રીઝોને ફરી પલાયન થવાની ફરજ પડે તે પહેલા વલસાડ જિલ્લાના કલેક્‍ટર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ઉદ્યોગો માટે હિતકારી વાતાવરણ ઉભું કરે એ સમયનો તકાજો છે.

Related posts

‘નગરપાલિકા આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દમણ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા અને ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત કર્મચારીઓએ ઘાંચીવાડમાં કરેલો જનસંપર્ક

vartmanpravah

વાપી-સેલવાસ રોડ ઉપર કોલેજ જતી યુવતીનું મોપેડ ખાડામાં પટકાતા પાછળ આવતી ટ્રક ફરી વળતા દર્દનાક મોત નિપજ્‍યું

vartmanpravah

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

ચીખલીમાં નવરાત્રી પર્વમાં ઉકળાટ વચ્‍ચે સાંજે પવનના સૂસવાટા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ગરબામાં રંગમાં ભંગ પડ્‍યો

vartmanpravah

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment