Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠકમાં શિવસેનાની ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે’ જેવી સ્‍થિતિઃ તમામ માટે સમાન તક

  • લોકસભાની પેટા ચૂંટણી દરમિયાન શિવસેનાએ આપેલો એક પણ વાયદો પૂર્ણ નહીં કરતા લોકોનો ભરોસો ગાયબ

  • 2024 લોકસભા ચૂંટણીમાં દાનહ બેઠક ઉપર દારૂ અને પૈસો પણ પરિબળ નહીં રહે એવી સ્‍થિતિઃ ઊંડાણના આદિવાસીઓ પણ પોતાના પરિવારનું ઈચ્‍છે છે ઉજ્જવળ ભવિષ્‍ય

લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર શિવસેનાની સ્‍થિતિ ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે’ જેવી છે. લોકસભાની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકરનો ભવ્‍ય વિજય થયો હતો. જેમાં સહાનુભૂતિનું મુખ્‍ય કારણ હતું. શ્રીમતી કલાબેન ડેલકરની નાદુરસ્‍ત તબિયત અને શિવસેનાના પ્રદેશ અધ્‍યક્ષ બનેલા શ્રી અભિનવ ડેલકરની ઉદાસિનતા તથા પાયાના કાર્યકરોને તુચ્‍છ ગણવાની નીતિના કારણે તેમનો મોટો સમર્થક વર્ગ વિખૂટો પડયો છે.

લોકસભાની પેટા ચૂંટણી સમયે કરેલા વાયદાઓમાંથી એક પણ વાયદો પૂર્ણ નહીં કરી શકતા શિવસેના ઉપરનો લોકો અને મતદારોનો ભરોસો પણ ગાયબ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે, દાદરા નગર હવેલી જેવા અત્‍યંત ટચૂકડા અને નાના સંઘપ્રદેશમાં ડબ્‍બલ એન્‍જિનવાળીસરકારનો ભાગ બનવું અત્‍યંત જરૂરી હોવાનું અનુભવથી લોકોને પણ સમજાય રહ્યું છે.

2024ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત કેન્‍દ્રમાં મોદી સરકારના ગઠનની પ્રબળ સંભાવના છે. મોદી સરકાર અને પ્રશાસનની ગરીબ કલ્‍યાણકારી યોજનાઓ અને નીતિનો ફાયદો છેવાડેના આદિવાસીના ઘર સુધી પહોંચી શક્‍યો છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કુપોષણ નાબૂદી માટે શરૂ કરાયેલા યુદ્ધ સ્‍તરના પ્રયાસોથી દાદરા નગર હવેલીના છેવાડેના લોકોને પણ સીધો ફાયદો પહોંચી રહ્યો છે. પહેલી વખત સરકાર અને પ્રશાસન બાળકના જન્‍મથી લઈ તેના ભણવા અને કારકિર્દીના ઘડતર સુધી સક્રિય હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. હવે દાદરા નગર હવેલી જેવા વિસ્‍તારના ઊંડાણના આદિવાસીઓ પણ પોતાના પરિવારના સમૃદ્ધ ભવિષ્‍યની ચિંતા કરતા થયા છે. બાળક તંદુરસ્‍ત હશે તો તેનો માનસિક વિકાસ થઈ શકશે. સારી શાળા-કોલેજો ઘરઆંગણે મળશે તો તેની કારકિર્દીનો રસ્‍તો ખુલશે. સંઘપ્રદેશ પ્રશાસને કરેલી માનવ ઘડતરની વ્‍યવસ્‍થાથી દાદરા નગર હવેલી સહિત સમગ્ર પ્રદેશના આદિવાસી ગરીબ વંચિત પીડિત તમામ માટે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે દરવાજા ખુલ્‍યા છે. તેથી હવે ચૂંટણીમાં પૈસા કે દારૂના પ્રલોભનમાં આવીને મતદાન કરે એ દિવસો પુરા થયા હોવાનું દેખાય છે.

દાદરા નગર હવેલીમાંલોકસભાની પેટા ચૂંટણીના પરિણામ બાદથી શિવસેનાની કોઈ રાજકીય ગતિવિધિ દેખાઈ નથી. શિવસેનાના દાદરા નગર હવેલીના પ્રમુખશ્રીને શિવસેના કરતા ભાજપમાં વધારે દિલચસ્‍પી હોવાનું અનેક ઘટનાઓમાં દેખાયું છે. પરંતુ ભાજપ મોટાભાગે પરિવારવાદને પ્રોત્‍સાહન આપતું નથી. જેના કારણે તેમની મનની મનમાં જ રહી જવાની શક્‍યતા પણ છે. પરંતુ રાજકીય પક્ષો કેવા નિર્ણયો લે તેની અટકળ અત્‍યારે કરવી કસમયની છે.

અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલીમાં હવે કોઈ એકનું એકહથ્‍થું શાસન રહ્યું નથી અને લોકોમાં પણ ખુબ જાગૃતિ આવી છે. ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તેની તકેદારી પણ લોકો લઈ રહ્યા છે. ભાજપ, શિવસેના અને કોંગ્રેસ તમામ માટે હાલના સમયે સમાન તક દેખાય છે. પરંતુ કેન્‍દ્રમાં જેની સરકાર બનવાની સંભાવના પ્રબળ હશે તેના તરફ લોકોનો ઝોક જવાની પૂર્ણ સંભાવના છે.

Related posts

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્‍કયુ ટીમ તૈનાત

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

Leave a Comment