April 19, 2024
Vartman Pravah
તંત્રી લેખ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં હજુ સુધી નથી દેખાતો કોઈ શોર-બકોર, શાંત માહોલમાં ચાલી રહેલી પ્રક્રિયા

  • 1991થી 2009 સુધીની લગભગ તમામ લોકસભા ચૂંટણીમાં માથા ફૂટવા, પગ ભાંગવા, હત્‍યા કે હત્‍યાના પ્રયાસોની ઘટના લગાતાર બનતી હતી, પરંતુ 2019થી પ્રદેશની તમામ ચૂંટણી શાંત માહોલમાં સંપન્ન થઈ રહી છે, કારણ કે કાયદાના રાજનો અમલ છે

  • 2014માં કેન્‍દ્રમાં ભાજપની મોદી સરકારના આગમન બાદ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં બદલાની રાજનીતિના સ્‍થાને વિકાસ અને સર્વાંગી વિકાસની રાજનીતિનો થયો ઉદય

લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણી અગામી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર છે. લોકસભા બેઠકની પેટા ચૂંટણી હોવા છતાં કોઈપણ પ્રકારનો શોર-બકોર નથી. કાયદો અને વ્‍યવસ્‍થાની પણ કોઈ મોટી સમસ્‍યા હજુ સુધી ઉભી થઈ નથી. આ 2021ની ચૂંટણી છે. 2019 અને જિલ્લા તથા ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ ખુબ જ શાંત માહોલમાં યોજાઈ હતી.
1991, 1996, 1998, 1999, 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીના રંગ ઢંગ ઘણાંને યાદ હશે. માથા ફૂટવા, પગ ભાંગવા અને હત્‍યા કે હત્‍યાનાપ્રયાસો સુધી દોરી જતી ઘટના વ્‍યાપકપણે બનતી હતી. દાદરા નગર હવેલીમાં 2009 સુધી વિરોધ પક્ષ જ નહીં હતો. પરંતુ 2009ની ચૂંટણીમાં ભાજપના સાંસદ તરીકે શ્રી નટુભાઈ પટેલનો વિજય થયા બાદ તેમણે વિરોધીઓ સામે બદલો લેવાની નીતિ બદલી નાંખી હતી. છતાં તે વખતની કોંગ્રેસ સરકારે ભાજપના સાંસદ તરીકે ચૂંટાયેલા શ્રી નટુભાઈ પટેલ ઉપર ઈન્‍કમ ટેક્‍સના દરોડા પણ પડાવવામાં આવ્‍યા હતા અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં હત્‍યાના પ્રયાસનો ઉપજાવી કાઢેલો કેસ પણ નોંધાયો હતો.
કેન્‍દ્રમાં 2014માં ભાજપની મોદી સરકારના ગઠન બાદ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં વિકાસની રાજનીતિના નવા મંત્રનો અમલ શરૂ કર્યો છે. જે આજે પણ ચાલુ છે.
પ્રદેશના વિકાસમાં આડે આવતા અવરોધોને દૂર કરવા પણ સરકારે કોઈની પણ સાડાબારી નહીં રાખતા આજે દાદરા નગર હવેલીમાં રીંગરોડ, મેડિકલ કોલેજ, ઈન્‍ટરનેશનલ સ્‍ટેડિયમ, સંસ્‍કૃતિ ભવન જેવા અનેક પ્રોજેક્‍ટો સફળતાપૂર્વક કાર્યાન્‍વિત થઈ શક્‍યા છે. શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના થઈ રહેલા અપગ્રેડેશનથી આરોગ્‍યની સુપર સ્‍પેશિયાલીટી સેવા પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ થવા જઈ રહી છે.
બીજી બાજુ પ્રશાસને પહેલી વખત સ્‍થાપિત કરેલા કાયદાના રાજના કારણે સામાન્‍ય લોકોનો જુસ્‍સો પણ વધવા પામ્‍યો છે. જેના દર્શન 2019નીલોકસભા ચૂંટણી અને ગયા વર્ષે યોજાયેલ જિલ્લા પંચાયત નગરપાલિકા તથા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ થયા છે.
દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામથી દેશની રાજનીતિને કોઈ અસર થવાની નથી. પરંતુ કેન્‍દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવના જણાવ્‍યા પ્રમાણે આ ચૂંટણી દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરવાવાળી બનવાની છે. તેથી પ્રદેશના મતદારો પોતાનું વલણ કઈ તરફ બતાવે તેના ઉપર પ્રદેશની સમૃદ્ધિ અને વિકાસનો પણ આધાર રહેશે.

સોમવારનું સત્‍ય
સેલવાસ ખાતે વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યાકાંડ બાદ ગુંડાગીર્દી અને ટપોરીગીરી ઉપર થોડો અંકુશ આવ્‍યો હતો. તત્‍કાલિન ગૃહમંત્રી શ્રી લાલ કૃષ્‍ણ અડવાણીએ પણ તે વખતે દાદરા નગર હવેલી ઉપર પોતાની સીધી નજર રાખી હતી. તેમણે દાદરા નગર હવેલીના ચીફ ઓફ પોલીસ તરીકે આઈ.પી.એસ. અધિકારી શ્રી સતિષ ગોલછાની નિયુક્‍તિ કરી હતી. શ્રી સતિષ ગોલછાના નામથી અને કામથી ભલભલાની પેન્‍ટ ભીની થતાં જોઈ છે.

Related posts

ચાલો આપણે સાથે મળી નૂતન દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નિર્માણ કરીઍ

vartmanpravah

શું દાદરા નગર હવેલી ભાજપ પોતાનો દાયરો લાંબો નહીં કરી શકે?

vartmanpravah

દમણવાડાની સરકારી બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દાદરા નગર હવેલી અને દમણ-દીવ કાયમી ઋણી

vartmanpravah

Leave a Comment