Vartman Pravah
દમણદીવસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં ખાનવેલ જિલ્લાના આંબોલી પંચાયત ખાતે કાર્યકર્તાઓની કારોબારી બેઠક મળી

  • જો તમે તમામ કાર્યકર્તાઓ મહેનત કરી, લોકોના ઘરે-ઘરે જઈ પ્રદેશમાં વડાપ્રધાનની યોજનાઓ અને તેના લાભાર્થીઓની લોકોને માહિતી આપશો તો ભાજપ પાર્ટીના ઉમેદવારની જીત નિヘતિ છેઃ ભાજપ રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ

  • મારૂં બુથ સૌથી મજબુત બુથ અભિયાન અંતર્ગત કાઉન્‍સિલર કિશન સિંહ પરમારના નેતૃત્‍વમાં સેલવાસ નાપા.ના વોર્ડ નં.14માં યોજાયેલો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.10
ખાનવેલ જિલ્લાના આંબોલી પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં કાર્યકર્તાઓની એક કારોબારી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આંબોલી પંચાયતના તમામ કાર્યકર્તાઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્‍ય અને ભાજપના ખાનવેલ જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
ઉપસ્‍થિતોને સંબોધન કરતા શ્રી સંતોષે જણાવ્‍યું હતું કે, તમો તમામ બુથોના કાર્યકર્તાઓ જ પાર્ટીનો પાયો છે. તમારા લોકોની મહેનતથી આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. શ્રી સંતોષે વધુમાં જણાવ્‍યું હતું કે, જો તમે બધા કાર્યકર્તાઓ મહેનત કરી અને લોકોના ઘરે ઘરે જઈને પ્રદેશમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની યોજનાઓ અમલમાં છે અને પ્રદેશના દરેક વિસ્‍તારના લોકો તેનો લાભ મેળવી રહ્યાની માહિતી અંગેની જાણકારી લોકોને આપશો તો તમારા પ્રદેશની લોકસભા પેટાચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર શ્રી મહેશ ગાવિતની જીત નિヘતિ છે. આપણા ઉમેદવાર અને ભાજપને બુહમતીથી જીતાડવાની છે અને એની જવાબદારી આપ તમામ કાર્યકર્તાઓના ખભે છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ અન્‍ય ઉપસ્‍થિતોમાં પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકર, શ્રી ગણપત સિંહ વસાવા, શ્રીપિયુષ દેસાઈ, ખાનવેલ જિલ્લા પ્રમુખ શ્રી સંજય રાઉત, પ્રદેશ મહામંત્રી શ્રી જીતુભાઈ માઢા, અનુસૂચિત જનજાતી મોર્ચાના પ્રમુખ શ્રી રમેશ કડુ અને સરપંચ શ્રી જયેનભાઈ સહિત મંડળના પ્રમુખ અને મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.
‘મારું બૂથ સૌથી મજબૂત છે’ આ અભિયાન અંતર્ગત આજરોજ સેલવાસ નગર પાલિકાના વોર્ડ નંબર 14ના તમામ બૂથના કાર્યકર્તાઓનો એક કાર્યક્રમ વોર્ડ નં.14ના ભાજપના કાઉન્‍સિલર શ્રી કિશન સિંહ પરમારની આગેવાનીમાં યોજાયો છે. આ કાર્યક્રમમાં શ્રી બી.એલ.સંતોષે તમામ કાર્યકર્તાઓને સંબોધિત કરતા ચૂંટણીને સંબંધિત માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમાં અન્‍ય ઉપસ્‍થિતોમાં શ્રીમતી વિજ્‍યા રહાટકર, શ્રી દિપેશ ટંડેલ, શ્રી દિગ્‍વિજય સિંહ પરમાર, શ્રી કિશન પરમાર, શ્રી ગણપત સિંહ વસાવા, શ્રી પિયુષ દેસાઈ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

દમણ ન.પા.એ કોવિડ-19ના આંશિક લોકડાઉનના પગલે એપ્રિલ અને મે મહિનાનું દમણ મ્‍યુનિસિપલ માર્કેટનું ભાડૂ નહીં લેવા કરેલો નિર્ણય

vartmanpravah

વાપી હાઈવે ઉપર સતત વાહન ટક્કરથી બાઈક સવારના મોતનો બીજો બનાવ

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

Leave a Comment