October 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.11
દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળી આવતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણ દેખાવા માંડયું છે. આજે દમણમાં 73 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 કેસો કોરોના પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં 03 કેસો સક્રિય છે. જ્‍યારે અત્‍યાર સુધીમાં 3511 લોકો રિકવર થઈ ચૂક્‍યા છે અને અત્‍યાર સુધીમાં 01નું મૃત્‍યુ થયેલ છે.
દમણમાં હાલ નવા બે કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન (1) ભગુભાઈની ચાલ, ભૂપેન્‍દ્ર નગરની પાસે ડાભેલ, નાની દમણ અને (ર) મહેશભાઈની ચાલ, કચીગામ ચાર રસ્‍તા, નાની દમણને જાહેર કરવામાં આવ્‍યા છે.
જ્‍યારે દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં હાલમા 01 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5909 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 57 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 61 નમૂના લેવામા આવ્‍યા હતા જેમાંથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો નથી.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

પ્રિ-સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની બોયઝ અંડર 14માં ચેમ્‍પિયન બનેલી મોટી દમણ સ્‍કૂલ

vartmanpravah

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલ ખાતે ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” અંતર્ગત પ્રદર્શન યોજાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલું કન્‍ટેનર ઝડપાયું : ચાલકની અટક

vartmanpravah

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

Leave a Comment