October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખરડપાડાગામનો યુવાન કોઈક કારણસર બેહોશ થતાં સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો જ્‍યાં એનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સુનિલ ભગવાનદાસ ભંડારી (ઉ.વ.45) રહેવાસી ખરડપાડા જેઓનો એમના પરિવાર સાથે કોઈક કારણસર ઝગડો થયો હતો. ત્‍યારબાદ અચાનક બેહોશ થઈ જતાં પરિવારના સભ્‍યો દ્વારા સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. જ્‍યાં એનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. સવારે જ્‍યારે પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) કરવામાં આવ્‍યુ ત્‍યારે પ્રાથમિક રિપોર્ટમાં એમનુ ગળું દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું હતું. આ ઘટનામાં ફરિયાદ સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તિહું લોક ઉજાગર…: વાપી વિસ્‍તારમાં અનેક મંદિરોમાં હનુમાન જયંતિની આસ્‍થા સાથે પાવન ઉજવણી : મહાપ્રસાદનો હજારોએ લાભ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

Leave a Comment