વલસાડઃ૦૨: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરીગામ, ભગત ફળિયા, ગાયેશ્વર મંદિરના નજીક, દમણગંગા નદીમાં પડી જઇ ડૂબી જવાથી મૃત્યુ પામેલી એક અજાણી મહિલાનો મૃતદેહ તા.૨૬/૧/૨૨ને સાંજે ૭-૧૫ વાગ્યાની આસપાસ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, રંગે શ્યામવર્ણ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, વાળ સફેદ-કાળા, શરીરે મધ્યમ બાંધો, શરીર ઉપર પીળા તથા મરૂન કલરની ટપકાળાળી સાડી તથા લીલા કલરનું બ્લાઉઝ અને મરૂન કલરનું સ્વેટર પહેરેલું છે. આ વર્ણનવાળી મૃતક મહિલાના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous post