January 15, 2026
Vartman Pravah
Breaking Newsપારડી

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી,તા.15
દમણ તથા વાપી જેવા ઔદ્યોગિક વિસ્‍તારમાં આવેલ અનેક કંપનીઓમાં પારડી, અતુલ, વલસાડ તથા આજુબાજુના વિસ્‍તારોમાંથી અનેક લોકો નોકરી કરતા હોય કંપની તરફથી તેઓને પોતાના વિસ્‍તારમાંથી કંપનીમાં લાવવા-લઈ જવાની સગવડ કરવામાં આવે છે.
આવી જ એક મીની બસ નંબર ડીડી 03 એચ 9398 કંપનીના કામદારોને લઈ જઈ રહી હતી તે દરમિયાન પારડી મેઈન ઓવરબ્રિજ પરથી પસાર વખતે અચાનક પાછળથી ડાબી સાઈડનું ટાયર ચાલુ બસે નીકળી ગયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પારડી પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ સ્‍ટાફ ઓવરબ્રિજ પર પહોંચી ટ્રાફીક હળવો કર્યો હતો.

Related posts

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

vartmanpravah

Leave a Comment