Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

  • પ્રદેશની આર્થિક ગતિવિધિમાં પણ આવેલી તેજી : દરેક પ્રાંત અને રાજ્‍યના પ્રવાસીઓથી ઉભરાયેલું દમણ-દાનહ

  • પહેલી વખત ફેમિલી ટુરીઝમ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો પ્રદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.09
દિવાળીથી લાભપાંચમ સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રહેવા પામ્‍યો હતો. સંઘપ્રદેશ પ્રશાસને પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે નિર્મિત કરેલા નવા-નવા ટુરીસ્‍ટ ડેસ્‍ટિનેશનો પારિવારીક પ્રવાસ માટે નવુ નજરાણું બન્‍યા છે. ભૂતકાળમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફક્‍ત દારૂ, બિયર અને ખાણી-પીણી માટે જાણીતું હતું. તેનાથી ઉલટું આ વખતે પ્રવાસીઓ માટે પોતાના પરિવાર સાથે વેકેશન ગાળવાના ઉત્તમ પ્રવાસન મથકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થયો છે.
અત્રે યાદ રહે કે, કોરોના મહામારીના કારણે 2020ની દિવાળીથી પ્રવાસન ઉદ્યોગ મરણ પથારીએ પહોંચ્‍યો હતો. લોકો પણ બહાર નિકળવાનું ટાળતા હતા પરંતુ આ વખતે દાદરા નગર હવેલી અને દમણ-દીવ કોરોના મુક્‍ત થવા સાથે વિવિધ ટુરીસ્‍ટ ડેસ્‍ટિનેશનો પણ ખુલ્લા મુકાતા પ્રવાસીઓને સુરક્ષિતઅને સલામત વાતાવરણમાં સહેલગાહ કરવાનું અનુラકૂળ બન્‍યું છે.
મોટી દમણ ખાતે નવનિર્મિત રામસેતુ બીચ રોડ ઉપર પ્રવાસીઓનો લોકમેળો એકત્ર થયો હોય એ પ્રકારની ભીડ દિવાળીના દિવસોમાં ઉભરી હતી. દાદરા નગર હવેલી અને દમણ-દીવના માર્કેટોમાં પણ પ્રવાસીઓની ખરીદદારી દેખાઈ હતી. હોટેલ, રેસ્‍ટોરન્‍ટ, રેકડી, લારી-ગલ્લા તમામ ઉપર પ્રવાસીઓની ભીડ હતી. રીક્ષા, ટેક્‍સી અને બસમાં પણ પ્રવાસીઓની ગીર્દી દેખાઈ હતી.
દાદરા નગર હવેલીમાં રિવરફ્રન્‍ટ, ડિયરપાર્ક્‍સ, દુધની, ખાનવેલ સહિતના વિસ્‍તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ દેખાઈ હતી. જ્‍યારે દમણમાં જમ્‍પોર, દેવકા, પાતલીયા, નાની દમણ વગેરે દરેક સ્‍થળો ઉપર પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટયું હતું.
સંઘપ્રદેશ પ્રશાસને મોટી દમણ કિલ્લાની કરેલી કાયાપલટે પણ પ્રવાસીઓના મન મોહી લીધા હતા. આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે એવું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

vartmanpravah

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

vartmanpravah

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment