Vartman Pravah
Breaking Newsદેશ

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

  • નૌશેરાના નાયકોબ્રિગેડિયર ઉસ્માનનાયક જદુનાથ સિંહલેફ. આર આર રાણે અને અન્યોને શ્રદ્ધાંજલિ અર્પી
  • હું તમારા માટે 130 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું
  • આજનું ભારતસ્વતંત્રતાના અમૃત કાળમાં પોતાની ક્ષમતાઓ અને સંસાધનો વિશે સાવધ છે
  • લડાખથી લઈને અરૂણાચલ પ્રદેશજેસલમેરથી લઈને આંદામાન નિકોબાર સુધીસરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્થાપિત થઈ છેજેનાથી સૈનિકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડમાં અભૂતપૂર્વ સુધારો થયો છે
  • દેશના સંરક્ષણમાં મહિલાઓની સહભાગિતા નવી ઊંચાઇઓને સ્પર્શી રહી છે
  • ભારતીય સશસ્ત્ર દળો વિશ્વના ટોચનાં સશસ્ત્ર દળો જેટલાં જ વ્યવસાયી છે પણ એમનાં માનવ મૂલ્યો તેમને વિશિષ્ટ અને અસાધારણ બનાવે છે
  • અમે રાષ્ટ્રને સરકારસત્તા કે સામ્રાજ્ય તરીકે સમજતા નથીઅમારા માટેએ જીવંતહયાત આત્મા છેએનું રક્ષણ માત્ર ભૌતિક સીમાઓ પૂરતું જ મર્યાદિત નથી. આપણા માટેરાષ્ટ્રીય સંરક્ષણનો અર્થ છે ચેતનારાષ્ટ્રીય એક્તા અને રાષ્ટ્રીય અખંડિતા

નવી દિલ્હી, તા. 04-11-2021

બંધારણીય પદ પર રહેતા પોતાના અગાઉનાં તમામ વર્ષોની જેમ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ દિવાળી સશસ્ત્ર દળો સાથે ઉજવી હતી. તેમણે આજે જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોની મુલાકાત લીધી હતી.

સૈનિકોને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સશસ્ત્ર દળો સાથે દિવાળી ગાળવી એમના માટે પરિવાર સાથે દિવાળી ઉજવવા જેવો જ ભાવ છે. તેમણે કહ્યું કે, અને એટલે જ તેમણે બંધારણીય પદ ગ્રહણ કર્યા બાદ એમની તમામ દિવાળી સરહદ પર સશસ્ત્ર દળો સાથે ગાળી છે. તેમણે કહ્યું કે તેઓ એકલા આવ્યા નથી પણ તેમની સાથે 130 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યા છે. તેમણે કહ્યું કે આજે સાંજે દરેક ભારતીય દેશના બહાદુર સૈનિકો માટે પોતાની શુભેચ્છાઓ પહોંચાડવા એક ‘દિવો’ પ્રગટાવશે. પ્રધાનમંત્રીએ સૈનિકોને કહ્યું હતું કે તેઓ દેશના જીવંત સુરક્ષા કવચ છે. દેશના બહાદુર સપૂતો અને સુપુત્રીઓ દ્વારા થઈ રહ્યું છે એમ દેશની સેવા કરવી એ સારા નસીબની વાત છે જે સદનસીબ દરેકને મળતું નથી એમ તેમણે કહ્યું હતું.

નૌશેરાથી શ્રી મોદીએ દેશવાસીઓને દિવાળી અને આવી રહેલા આગામી તહેવારો જેવા કે ગોવર્ધન પૂજા, ભાઇબીજ, છઠ્ઠ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગુજરાતી લોકોને એમનાં નૂતન વર્ષની પણ શુભકામનાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું કે નૌશેરાનો ઈતિહાસ ભારતનાં શૌર્યને ઉજવે છે અને તેનો વર્તમાન સૈનિકોની વીરતા અને દૃઢતાનો દેહધારી છે. આ પ્રદેશ આક્રમણ અને અતિક્રમણ કરનારાઓની સામે મજબૂતાઇથી ઊભો છે. શ્રી મોદીએ જેમણે માતૃભૂમિની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપ્યું એવા નૌશેરાના નાયકો બ્રિગેડિયર ઉસ્માન અને નાયક જદુનાથ સિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે વીરતા અને દેશભક્તિનાં અભૂતપૂર્વ ઉદાહરણો સ્થાપિત કરનારા લેફ. આર આર રાણે અને અન્ય વીરોને સલામી આપી હતી. પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોને ટેકો આપનારા શ્રી બલદેવ સિંહ અને શ્રી બસંત સિંહના આશીર્વાદ લેવા બદલ પોતાની લાગણીઓ પણ વર્ણવી હતી. તેમણે અહીં સ્થિત બ્રિગેડની સર્જિકલ સ્ટ્રાઇકમાં એની ભૂમિકા બદલ પ્રશંસા કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇકથી તમામ બહાદુર સૈનિકો સલામત પાછા ફર્યા ત્યારે થયેલી રાહતની ક્ષણ તેમણે યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની સ્વતંત્રતાની રક્ષા કરવાની જવાબદારી દરેકની છે અને આજનું ભારત, આઝાદીના અમૃત કાળમાં એની ક્ષમતાઓ અને સંસાધનો વિશે સજાગ છે. તેમણે સંરક્ષણ સંસાધનોમાં વિદેશો પર અવલંબનના અગાઉના ગાળાથી વિપરિત વધતી જતી આત્મનિર્ભર્તાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સંરક્ષણ બજેટના 65 ટકાનો દેશની અંદર ઉપયોગ થઈ રહ્યો છે. 200 પ્રોડક્ટ્સની યાદી, એક સકારાત્મક યાદી તૈયાર કરવામાં આવી છે જે માત્ર સ્વદેશી રીતે પ્રાપ્ત કરવામાં આવશે. આ યાદીને જલદી વિસ્તારવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. તેમણે વિજ્યા દશમીએ શરૂ કરાયેલી 7 નવી સંરક્ષણ કંપનીઓની પણ વાત કરી હતી કેમ કે જૂની લશ્કરી સરંજામ ફેક્ટરીઓ વિશિષ્ટ ક્ષેત્ર કેન્દ્રી સાધનો અને દારૂગોળો જ બનાવશે. સંરક્ષણ કૉરિડૉર્સ પણ આવી રહ્યા છે. વાયબ્રન્ટ સંરક્ષણ સંબંધી સ્ટાર્ટ

Related posts

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

સેલવાસ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના આરોપીને ચોવીસ કલાકમાં જ ઝડપી પાડયા

vartmanpravah

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

Leave a Comment