પ્રદેશની ચારેય બાજુ વિકાસની જ્યોત ફૂલ ઝડપે પ્રગટેલી છે તેને કેટલાક વાંકદેખાઓ બૂઝવવાનો પણ નિરર્થક પ્રયાસ કરી રહ્ના છે ત્યારે પ્રદેશના લોકોઍ પોતાની ભાવિ પેઢીની સલામતિ અને સમૃદ્ધિને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં નિર્ણયો માટે જાગૃત બનવું પડશે
દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. વિક્રમ સંવત ૨૦૮૦ની વિદાયની સાથે આપણે તમામ વિક્રમ સવંત ૨૦૮૧ને આવકારવા થનગની રહ્ના છીઍ. માનવજીવનના મન અને દિલ-દિમાગમાં પડેલા અંધકારને દૂર કરવાનો પણ આ દિવાળીનો તહેવાર છે. છેલ્લા આઠ વર્ષમાં ભારત દેશની સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવે પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને ઍક દિવાળી કરતા બીજી દિવાળીઍ હંમેશા વિશેષ અને અનોખું નિર્માણ થયું છે. જેનો સીધો શ્રેય દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પારદર્શક અને ગતિશીલ અભિગમને ફાળે જાય છે.
વિક્રમ સંવત ૨૦૮૧ની દિવાળીની ઉજવણી જ્યારે કરતા હોઈશું તે વખતે સંભવતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઅોનો પડઘમ પરાકાષ્ટાઍ હશે. જિલ્લા પંચાયત, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી ક્યાં તો નિર્ધારિત થઈ હશે અથવા પ્રક્રિયા પૂર્ણ થવાના આરે હશે. તેથી દરેક માટે વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ નિર્ણાયક અને પડકારજનક રહેવાનું છે.
ઍક તરફ પ્રદેશની ચારેય બાજુ વિકાસની જ્યોત ફૂલ ઝડપે પ્રગટેલી છે તો બીજી તરફ કેટલાક વાંકદેખાઓ વિકાસની જ્યોતને બૂઝવવાનો પણ નિરર્થક પ્રયાસ કરી રહ્ના છે. આ બંને પરિસ્થિતિમાં પ્રદેશના લોકોઍ પોતાની ભાવિ પેઢીની સલામતિ અને સમૃદ્ધિને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં નિર્ણયો લેવા પડશે. નજીકના ભૂતકાળમાં રહેલી ત્રુટિઓને સરખી કરી પ્રદેશના સવા*ગી અને સમતોલ વિકાસ તરફ સવંત ૨૦૮૧માં નજર માંડવી પડશે.
નૂતન વર્ષ નિમિત્તે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’થી વિકાસના વાતાવરણને જીવંત બનાવી હકારાત્મકતાની સાથે પ્રજા પ્રશાસન અને લોકપ્રતિનિધિઓ ડગથી ડગ માંડી આગળ વધે ઍવી શુભકામના સાથે દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આવે ઍવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના.