(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વલસાડ તાલુકાના મરલા ગામ ખાતે સ્વામિનારાયણ મંદિરે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વલસાડ તાલુકાના બીટીએમ કેવલભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકળતિક ખેતીની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર શશીકાંતભાઈ પટેલ દ્વારા ગાય આધારિત ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી તેઓ ઘણા સમયથી આ ખેતી કરી રહ્યા હોય પોતાના અનુભવ ખેડૂતો સાથે શેર કર્યા હતા.
