April 19, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશનવસારીવલસાડવાપી

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

યુવાનના મોબાઈલકાર્ડના આઘારે ઓળખાણ થતા સગાઓ પારડી આવવા રવાના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10
બુધવારે બગવાડા રેલવે ટ્રેક પાસે કોલક નદી નજીક એક અજાણ્‍યો યુવક ગાંધીધામ ટ્રેનમાં કપાઈ જતા મોતને ભેટયો હતો. ઉદવાડા રેલવે સ્‍ટેશન માસ્‍તર રાકેશ અગ્રવાલે આ અંગે વાપી રેલવે પોલીસને જાણ કરાતા આ બનાવ પારડી પોલીસ હદ વિસ્‍તારમાં બન્‍યો હોય વાપી રેલવે પોલીસે પારડી પોલીસને જાણ કરતાં બીટ જમાદાર કૈલાશભાઈ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા.પરંતુ અસ્‍ત વ્‍યસ્‍ત રીતે કપાયેલા આ યુવકની ઓળખ કરવી મુશ્‍કેલ બની હતી.
તપાસ દરમ્‍યાન ઘટના સ્‍થળેથી મળી આવેલ પાકીટ માં પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ જેવા પુરાવાઓ મળતાં તે દાનીનાથ વીજયકુમાર મંડલ રહે. મોહનપુર દેવગઢ ઝારખંડની થવા પામી હતી. આ સાથે ઘટના સ્‍થળેથી મળતકનો તૂટેલો મોબાઈલ ફોન પણ મળી આવતા સીમકાર્ડ અન્‍ય ફોનમાં લગાવી તેના પરિવારજનોનો સંપર્ક કરતાં દાનીનાથ ઝારખંડથી વલસાડ જિલ્લામાં રોજગારીના કામે આવ્‍યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્‍યું હોય પોલીસે મળતદેહનો કબ્‍જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દાનહની સર્વાંગી સમૃદ્ધિ અને વિકાસના વિશ્વાસ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય મુલાકાત સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં રૂા. 3613.26 લાખના ખર્ચે વિકાસના 986 કામો મંજૂર

vartmanpravah

ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં જન જાતિય ગૌરવ દિવસને લઈ નિબંધ લેખન પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

Leave a Comment