December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : બેંક ઓફ બરોડાની સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહકમાં બેંકિંગ બાબતે જાગૃતતા લાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલીની બેંક ઓફ બરોડાની સેલવાસ બ્રાન્‍ચ દ્વારા આજે યોજાયેલ MSME ક્રેડિટ શિબિરમાં સરકાર તથા રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા શરૂ કરવામાં આવી રહેલ વિવિધ યોજનાઓ અંગે જાણકારી, શિબિરમાં નાના MSME ઉધારકર્તાઓ સામે આવનાર સમસ્‍યાઓ અને આ ખંડને કેવી રીતે લાભાન્‍વિત કરી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી. બેઠક દરમ્‍યાન ઉપસ્‍થિત તામ ઉદ્યોગપતિઓએ બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવતી સેવાઓની સરાહના કરી હતી. આ પ્રસંગે બેંક ઓફ બરોડાની પ્રદેશની દરેક શાખાઓ દ્વારા મંજુર કરવામાં આવેલ લોનના સ્‍વીકૃતિ પત્ર પણ વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ અવસરે વલસાડના ક્ષેત્રીય મેનેજર શ્રી શૈલેન્‍દ્ર કુમાર સિંહ, MSME એલ.એફ. વલસાડના પ્રમુખ શ્રી સંજય ગુપ્તા, સેલવાસ બ્રાન્‍ચના સહાયક જનરલ મેનેજર શ્રી નરેશ યાદવ, સેલવાસ બ્રાન્‍ચના મેનેજર શ્રી ઉત્તમ ગુરવ સહિત દાનહની દરેક બ્રાન્‍ચના મેનેજરો તથા પ્‍લ્‍પ્‍ચ્‍ના ગ્રાહકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડિટ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

Leave a Comment