January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના માંડવા નજીક લક્‍ઝરી બસરોડથી નીચે ઉતરી જતાં અફરા-તફરીના દ્રશ્‍યો સર્જાયા

– સંજય તાડા દ્વારા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: રાજસ્‍થાની નાસિક જઈ રહેલી લક્‍ઝરી બસને કપરાડાના માંડવા નજીક અકસ્‍માત નડતા બસ રોડથી નીચે ઉતરી જતા બસમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાંથી 2 લોકોને ગંભીર ઈજા થતાં ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કપરાડામાં લક્‍ઝરી બસને અકસ્‍માત નડ્‍યો હોવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 848 પર કપરાડાના માંડવા નજીક લક્‍ઝરી બસ ઉતરી જતાં અફરા-તફરીના દ્રશ્‍યો સર્જાયા હતા. જ્‍યારે આ અકસ્‍માતમાં બે લોકોનાં ગંભીર ઈજા થઈ છે. જ્‍યારે 5 થી 6 જેટલા લોકોને ઈજા પહોંચી છે. લક્‍ઝરી બસ રાજસ્‍થાનથી મહારાષ્‍ટ્ર નાસિક તરફ જઈ રહી હતી ત્‍યારે માંડવા નજીક અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતની આ ઘટનામાં 5થી 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્‍તોને સારવાર માટે 108 મારફતે ધરમપુરની સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે.
ઘટનાને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્‍યા હતા અને પોલીસને અકસ્‍માતની જાણ કરવામાં આવી હતી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ચાર ક્રેઈનની મદદથી ફસાયેલા મુસાફરોને નીચે ઊતરી ગયેલી લક્‍ઝરીને નીચે રોડ પર લાવવામાં આવી હતી.

Related posts

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કપરાડામાં ‘‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘લંચ વિથ લાડલી” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment