October 16, 2026
Vartman Pravah
Breaking Newsપારડી

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

પ્રથમ નજરે કોઈ મધ્‍યમ વર્ગીય યુવાન હોવાની આશંકા : ત્રણથી ચાર દિવસ પહેલા અહીં મારામારી થઈ હોવાની લોક ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05
આજરોજ પારડી પોલીસ સ્‍ટેશન તથા કોર્ટની વચ્‍ચે આવેલા રેન બસેરા પિક અપ બસ સ્‍ટેન્‍ડની પાછળ ના ભાગે આશરે 30 થી 40 વર્ષીય યુવાનની ચારથી વધુ દિવસ પહેલા શંકાસ્‍પદ મર્ડર કરેલી લાશ મળી આવતા સમગ્ર નગરમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પ્રાથમિક રીતે જોતા આ યુવાન પેન્‍ટ અને શર્ટ પહેરેલ હોય હાથમાં પીળા કલરનો રબરનો બેલ્‍ટ તથા હાથ પર સુભના નામનું ટેટુ ચિતરાવેલ છે
ઘટનાની જાણ થતાં પારડી પોલીસ સ્‍ટેશનના સીનીયર પી એસ.આઈ. કે.એલ.બેરિયા પોતાના સ્‍ટાફ સાથે પહોંચી તાત્‍કાલિક એફ.એસ.એલ.ની ટિમને બોલાવી આ શંકાસ્‍પદ લાશને પ્રાથમિક તપાસ બાદ પી.એમ.કરાવવા મોકલી આપી હતી. વધુ જાણકારીપી.એમ.રિપોર્ટ આવ્‍યા બાદ ખબર પડશે ખરેખર મર્ડર છે કે નહીં.

Related posts

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દમણ એરપોર્ટ ખાતે સાંસદ સહિતમહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કરેલું અભિવાદન

vartmanpravah

મુંબઈ ઘાટકોપર રહેતા ૮૪ વર્ષિય ઉદ્યોગપતિ વાપી ખાતે માતાની સ્મૃતિમાં રૂ.૧પ કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલ બનાવશે

vartmanpravah

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

vartmanpravah

Leave a Comment