October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં દાનહનો ડંકો : દીવ જિલ્લામાં ટોપ થ્રીમાં તમામ દીકરીઓ: દમણ અને દાનહની તુલનામાં દીવનું પરિણામ કંગાળ

મોટાભાગના વિદ્યાર્થીઓને ફિઝીક્‍સ અને કેમેસ્‍ટ્રીમાં પડેલી તકલીફ : વિદ્યાર્થીઓના દેખાવ ઉપર કોરોના કાળની પણ વર્તાયેલી અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.1ર
ગુજરાત ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધો.1રના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 57.47 ટકા, દીવ જિલ્લાનું 42.10 ટકા અને દાનહનું પરિણામ 71.66 ટકા રહેવા પામ્‍યું છે.
દમણ જિલ્લામાં બાયોલોજી વિષય સાથે કુલ 282 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જે પૈકી 186 ઉત્તિર્ણ થતા કુલ 65.96 ટકા પરિણામ બાયોલોજી સાથે 1રમાં ધોરણના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્‍યું હતું.
દમણ જિલ્લામાં મેથ્‍સ સાથે કુલ 221 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જે પૈકી 157 વિદ્યાર્થીઓ પરિક્ષા પાસ કરવા સફળ રહ્યા હતા. જેથી કુલ 57.47 ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા.
દમણની સરકારી અને ગ્રાન્‍ટ ઈન એડ સ્‍કૂલોમાં 129 વિદ્યાર્થીઓએ બાયોલોજી વિષય સાથે ધો.1રની પરિક્ષા આપી હતી. જે પૈકી 90 વિદ્યાર્થીઓ સફળ રહેતા કુલ 69.77 ટકા પરિણામ આવ્‍યું હતું. જ્‍યારે ખાનગી શાળાઓમાંકુલ 282 વિદ્યાર્થીઓએ આપેલી પરિક્ષામાં 186 સફળ રહેતા કુલ 65.96 ટકા પરિણામ આવ્‍યું હતું.
દમણ જિલ્લામાં મેથ્‍સ વિષય સાથે સરકારી અને ગ્રાન્‍ટ ઈન એડ શાળામાં કુલ 184 વિદ્યાર્થીઓએ આપેલી પરિક્ષામાં 102 વિદ્યાર્થીઓ સફળ રહેતા કુલ 55.43 ટકા પરિણામ આવ્‍યું હતું.
દમણ જિલ્લામાં બાયોલોજી વિષય સાથે ટોપર આવનારાઓમાં પ્રથમ નંબરે 86.57 ટકા સાથે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમાના વિદ્યાર્થી શ્રી હોડિવાલા હિંદ જયેશભાઈનો આવ્‍યો હતો. જ્‍યારે બીજા સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણના કુ.આરાધના જિતેન્‍દ્રકુમાર મિટના 83 ટકા અને ત્રીજા સ્‍થાને ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમાના કુ. વંશિકા મનિષકુમાર પટેલ 82.14 ટકા સાથે આવ્‍યા હતા.
દમણ જિલ્લામાં મેથ્‍સ વિષય સાથે સાર્વજનિક વિદ્યાલય દમણના શ્રી રાજપુત પ્રાજન્‍ય ભાવેશકુમાર 85.54 ટકા પ્રથમ આવ્‍યા હતા. જયારે દ્વિતીય સ્‍થાને દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ દમણના શ્રી રિતેશકુમાર સિંઘ 85.23 ટકા અને ત્રીજા સ્‍થાને શ્રી માછી મહાજન ઈગ્‍લિસ મીડિયમના શ્રી જ્‍યોતિશંકર ઉમેશચંદ્ર સાહુ 82 ટકા સાથે આવ્‍યા હતા.
દીવમાં ગ્રુપ-એ મેથ્‍સમાં 40 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જે પૈકી 21 વિદ્યાર્થીઓ પાસ થતા કુલ પરિણામ 52.50 ટકા પરિણામ આવ્‍યું હતું. જ્‍યારે ગ્રુપ-બી બાયોલોજીમાં કુલ 76વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જે પૈકી 32 વિદ્યાર્થીઓ સફળ રહેતા કુલ 42.10 ટકા પરિણામ આવ્‍યું હતું. દીવની સરકારી હાયર સેકેન્‍ડરી સ્‍કૂલમાં 52 વિદ્યાર્થીઓ પૈકી ફક્‍ત 19 વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ માત્ર 36.54 ટકા આવવા પામ્‍યું હતું. બાયોલોજી વિભાગમાં ટોપ થ્રીમાં તમામ વિદ્યાર્થીઓ વણાંકબારા ગર્લ્‍સ હાયર સેકેન્‍ડરી સ્‍કૂલના રહ્યા છે. જ્‍યારે દીવ જિલ્લાનું એ અને બી ગ્રુપ મળી કુલ 45.69 ટકા પરિણામ આવ્‍યું છે.
દાદરા નગર હવેલીમાં સરકારી સ્‍કૂલોમાં કુલ 281 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જે પૈકી 200 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતા કુલ 71.17 ટકા પરિણામ આવ્‍યું છે જ્‍યારે ખાનગી સ્‍કૂલોમાં 86 વિદ્યાર્થીઓ પૈકી 63 ઉત્તિર્ણ થતા કુલ 73.26 ટકા પરિણામ આવવા પામ્‍યું છે.
દાનહનું કુલ પરિણામ 71.66 ટકા રહેવા પામ્‍યું છે. દાદરા નગર હવેલીમાં દાદરા ઈગ્‍લિસ મિડીયમ સ્‍કૂલનું પરિણામ સૌથી વધુ 82.35 ટકા આવ્‍યુ હતું. જેમાં કુલ 17માંથી 14 ઉત્તિર્ણ થયા હતા. જ્‍યારે સૌથી ઓછુ પરિણામ કોન્‍વેટ હાયર સેકેન્‍ડરી સ્‍કૂલ ટોકર ખાડા હિન્‍દી માધ્‍યમનું રહ્યું હતું. જેમાં 45 વિદ્યાર્થીઓ પૈકી 27 વિદ્યાર્થીઓ પાસ થતા કુલ પરિણામ 60 ટકા આવ્‍યું હતું.

Related posts

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment