September 1, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીની વતનની અદાવતમાં ચાર રસ્‍તા હાઈવે હોટલ સામે કુહાડીના ઘા કરી યુવાનની ઢીમ ઢાળી દીધું

હત્‍યાબાદ નાસી છુટેલ આરોપી બાઈક ઉપર ફરાર થતા સીસીટીવી ફૂટેજમાં કેદ : પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી હાઈવે ચાર રસ્‍તા જકી આવેલ જનતા હોટલ પાસે શનિવારે સાંજે વતન ઉત્તર પ્રદેશની અદાવત રાખી વાપી આવેલ યુવકે હોટલ ઉપર ચા પી રહેલ યુવાન ઉપર કુહાડીના ઉપરા-ઉપરી પાંચ છ ઘા કરીને યુવાનનું ઢીમ ઢાળી આરોપી નજીકમાં કોઈની બાઈક ઉપર બેસી ફરાર થઈ ગયો હતો. સરેઆમ કરપીણ હત્‍યાના બનાવને લઈ ચાર રસ્‍તા વિસ્‍તારમાં અરેરરાટી પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજ સર્જાયેલ હત્‍યાકાંડનો રેલો ઉત્તરપ્રદેશ સુધી લંબાયો હોવાનું બહાર આવ્‍યું છે. યુ.પી.માં બહારઈંચ ખાતે ગામમાં બે પરિવારો વચ્‍ચે વચ્‍ચે ઝઘડો થયો હતો. ત્‍યાર બાદ વાપી ડુંગરા ખાતે હરિયા પાર્કમાં રહેતો ઈન્‍તેઝાર શેખ ઉર્ફે સલમાન (ઉ.વ.3ર) વાપી પરત આવી ગયેલો. સલમાન જી.આઈ.ડી.સી.માં ગાડીઓ લગાવવાનું કામકાજ કરતો હતો. શનિવારે સાંજે ચાર રસ્‍તા સ્‍થિત બોસ્‍ટન નામની ચાની દુકાન ઉપર આવ્‍યો હતો તે ચા નો કપ હાથમાંલઈ બેસવા જતો હતો ત્‍યાં એક ઈસમે ધસી આવીને કુહાડી વડે માથાના ભાગે ચારપાંચ ફટકા મારી ઘા કરી દીધા ઈન્‍તજાર (સલમાન) લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલો. બીજી તરફ ઘટનાને અંજામ આપી પેલો ઈસમ દુર પાર્ક કરેલ કોઈની બાઈક ઉપર બેસી ફરાર થઈ ગયો હતો. ઘાયલને નજીક હોસ્‍પિટલ ખેસડાયેલ પણ તબીબે મૃત જાહેર કર્યો હતો.
અલબત આરોપી ઈસમ કુહાડી લઈ ભાગી રહેલ ત્‍યારે આજુબાજુની દુકાનોના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ચૂકી હતી. મૃતક સલમાન સાથે વતનમાં થયેલ ઝઘડાની અદાવતમાં આરોપીએ વાપી આવીને સલમાનને મોતને ઘાટ ઉતારી દીધો છે. જીઆઈડીસી પોલીસે મૃતકના ભાઈ દ્વારા નોધાયેલ ફરિયાદ મુજબ મહમદ અનવર શેખ, મહમદ ઈન્‍તેઝામ મહમદ અનવર શેખ નામના ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

Leave a Comment