Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોલીસ હેડ ક્‍વાટર્સ સહિતજિલ્લામાં 5 ફેસેલિટી સેન્‍ટરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું બેલેટ પેપર મતદાન યોજાયું

તા.7મી મે ના રોજ પોલીસ વિભાગ ફરજ પર હોય તેથી તેઓ મતદાન ના કરી શકે તેથી મતદાનનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: આગામી તા.7 મે ના રોજ વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે ચૂંટણી મતદાન યોજાનાર છે. પરંતુ પોલીસ-ફોરેસ્‍ટ વિભાગ તે દિવસે ફરજ ઉપર હોય છે. તેથી તેઓ મતદાનથી વંચિત ના રહી જાય તે માટે આજે મંગળવારે જિલ્લા ચૂંટણી અધિકારીની રાહબરીમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું બેલેટ પેપર મતદાન યોજાયું હતું.
વલસાડ અબ્રામા પોલીસ હેડ ક્‍વાટર્સ સહિત પાંચેય વિધાનસભા મતદાર વિસ્‍તારના પાંચ ફેસેલિટી સેન્‍ટરમાં મંગળવારે બેલેટ પેપર મતદાન યોજાયું હતું. પોલીસ જવાનો જી.આર.ડી. અધિકારીઓ, ફોરેસ્‍ટ વિભાગના કર્મચારીઓ તા.7મી મે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પર હશે. તેથી તેઓ મતદાનથી વંચિત ના રહી જાય તે માટે જિલ્લા કલેક્‍ટર ચૂંટણી અધિકારી દ્વારા આજે બેલેટ પેપર મતદાન યોજાયું હતું. જિલ્લામાં તેવા કુલ 1122 મતદારો છે. તેઓએ મતદાન કર્યું હતું. તદ્દઉપરાંત જેઓ ગેરહાજર છે તેમને ઘરે ઘરે જઈ મતદાન કરાવ્‍યું હતું. મતદાન એ લોકશાહીનું પર્વ છે તેથી દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ એન્‍યાયે પોલીસ વિભાગે પણ આજે મતદાન કર્યું હતું.

Related posts

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

vartmanpravah

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્‍લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

vartmanpravah

આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment