October 1, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવના બુચરવાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો : ગ્રામવાસીઓએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20
‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ અને માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન દ્વારા દીવની જનતાના હિત માટે ‘ પ્રશાસન ગાવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત 20/12/2021 થી 24/12/2021 સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે દરમિયાન દીવ જિલ્લાની ચારેય ગ્રામ પંચાયતોમાં અને ઘોઘાલા પંચાયત ચોક ખાતે કાર્યક્રમો યોજાશે. જે સંદર્ભે આજરોજ બુચરવાડા ગ્રામ પંચાયત ખાતે 11 કલાકે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દીવ જિલ્લાની મુખ્‍ય કચેરીના સ્‍ટોલો, સ્‍વાસ્‍થ્‍ય વિભાગ, બેંક વગેરેના સ્‍ટોલો મૂકવામાં આવ્‍યા હતા. જેનો દીવની જનતાએ લાભ લીધો હતો.
આ અવસરે મામલતદાર શ્રી ચંદ્રહાસ વાઝાની સંપૂર્ણ દેખરેખ હેઠળ કાર્યક્રમનું સંચાલન થયું હતું. તા. ર1મી ડિસેમ્‍બરેસાઉદવાડી ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાશે.

Related posts

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

કરાટે નેશનલ ચેમ્‍પિયનશીપમાં દાનહને 3 ગોલ્‍ડ 1 બ્રોન્‍ઝ મેડલ

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

Leave a Comment