March 27, 2023
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

પર્યાવરણને બચાવવા માટે કોમ્‍પ્‍યુટર, મોબાઈલ-ટી.વી.નો વેસ્‍ટ સતત એક મહિના સુધી ક્‍લબ દ્વારા ડોર ટુ ડોર કલેકશન કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: પર્યાવરણ અનેક રીતે નુકશાન ગ્રસ્‍ત થઈ રહ્યું છે. તેમાં નવો વધારો 21મી સદીમાં એ થયો છે કે દેશભરમાં ઈ-વેસ્‍ટનો ભંગાર મોટા પ્રમાણમાં ખડકાઈ રહ્યો છે. આ ઈ-વેસ્‍ટના નિકાલની ઝુંબેશ વાપી લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેસનલ દ્વારા હાથ ધરાઈ છે. વાપીના વિવિધ વિસ્‍તારોમાં ક્‍લબ દ્વારા ડોર ટુ ડોર ફરીને ઈ-વેસ્‍ટ કલેકશનની કામગીરી આરંભાઈ છે. આ કામગીરી સતત એક મહિનો કાર્યરત રહેશે.
પર્યાવરણને ઈ-વેસ્‍ટ પણ નુકશાન પહોંચાડી રહ્યો છે. દેશ-વિદેશમાં ઈ-વેસ્‍ટના યોગ્‍ય નિકાલની કાર્યવાહી થઈ રહી છે. તેથી વાપી લાયન્‍સ ક્‍લબ દ્વારા વાપી વિસ્‍તારમાં ઈ-વેસ્‍ટ ભેગો કરવાની ઝુંબેશનો ગુરુવારથી પ્રારંભ કરાયો છે. મે. હિન્‍દુસ્‍તાન ઈ-વેસ્‍ટ મેનેજમેન્‍ટના સહયોગથી ચાલી રહેલી આ કામગીરીનો એકત્ર વેસ્‍ટ કંપનીને આપી દેવામાં આવશે. કંપની તેનું રિસાઈક્‍લીંગ કરશે અથવા તો યોગ્‍ય રીતે નાશ કરશે. તેથી વાપી વિસ્‍તારમાં ઓફીસ-રેસિડેન્‍ટમાં ટી.વી., મોબાઈલ, લેપટોપ, જેવા બંધ ઈલેક્‍ટ્રોનિક્‍સ સામાનનું કલેકશન લાયન્‍સ ક્‍લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ડ્રાઈવ સતત એકમહિનો ચાલનારી છે. ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશભાઈ પટેલ અને ક્‍લબના હોદ્દેદારો આ ઝુંબેશ ચલાવી રહ્યા છે.

Related posts

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજ ખાતે MODI@20: Dreams Meet Delivery પુસ્‍તક પર સેમીનાર યોજાયો

vartmanpravah

નાની દમણના કથિરીયા ખાતે પૈરામનોસ સ્‍પા સેન્‍ટરમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો પોલીસે કરેલો પર્દાફાશ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રોટરી હરીયા હોસ્‍પિટલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની માન પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment