દમણની દુણેઠા અને દમણવાડા ગ્રામ પંચાયત તથા એન્જિનિયરીંગ કોલેજમાં યોજાયો કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ પોલીસ વિભાગ દ્વારા આજથી અમલમાં આવેલા નવા ફોજદારી કાયદાઓની સમજ આપવા માટે વિવિધ પંચાયતો અને કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
દમણના ડી.આઈ.જી. શ્રી આર.પી.મીણાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ એન્જિનિયરીંગ કોલેજ, દુણેઠા ગ્રામ પંચાયત તથા દમણવાડા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.