December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

‘‘28 ટીમ, 1078 વીજ જોડાણ ચેકિંગ, 36 જેટલા વીજ ચોરી કરતા ઝડપાયા અને રૂા.21.6 લાખનો દંડ”
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05
સુરત કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ આજરોજ વહેલી સવારે પારડી તાલુકામાં વિજિલન્‍સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્‍યા હતા. વીજ વિભાગ દ્વારા પૂરતી તૈયારી સાથે 28 જેટલી ટીમો બનાવી તેને બે વિભાગમાં વહેંચી ગામોમાં અને શહેરી વિસ્‍તારમાં આવેલા ગામોમાં એક સાથે વહેલી સવારે1078 જેટલા વીજ જોડાણનું ચેકિંગ કરી ઠંડીની સીઝનમાં મીઠી નિંદર માણી રહેલા લોકોને પરસેવો વળી દીધો હતો.
પહેલી 17 ટીમોને રોહિણા, ખૂટેજ, ગોયમા, બરઈ, તરમાલિયા, આમળી, દશવાડાની જવાબદારી સોંપવામાં આવતા તેમણે 756 જેટલા વીજ જોડાણો ચેક કરી 25 જેટલા વીજ ચોરોને પકડી તેઓને રૂા.19.50 લાખનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. એવી જ રીતે શહેરી વિસ્‍તારમાં આવતા ઉમરસાડી, બાલદા, સુખલાવ જેવા વિસ્‍તારમાં 11 જેટલી ટીમોએ દરોડા પાડી 322 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરી 11 જેટલા વીજ ચોરોને ઝડપી રૂા.2.10 લાખનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો.
આમ વિજિલન્‍સ દ્વારા પાડવામાં આવેલ પારડી વિસ્‍તારમાં વીજ ચોરીના દરોડામાં કુલ 1078 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરી 36 જેટલા વીજ ચોરોને પકડી રૂા.21.60 લાખ જેટલો દંડ ફટકારવામાં આવતા સમગ્ર પારડી વિસ્‍તારમાં ફડફડાટ ફેલાઈ ગયો હતો.
વરસોથી સમયાંતરે વિજિલન્‍સ દ્વારા આવા અનેક વીજ ચોરીના દરોડાઓ પાડી વીજ ચોરોને પકડી મસમોટા દંડ વીજ કંપની વસુલતી આવી છે. અને કોઈક વાર નિર્દોસ પણ ભોગ બનતો હોય ત્‍યારે આધુનિકતાની દોડમાં વીજ કંપની પણ સામેલ થઈ ચોરી ન થઈ શકે એવા ઉપકરણો બનાવી વીજ ગ્રાહકોને આપે એ જરૂરી બન્‍યું છે જેથી ચોરી તો અટકશે જપરંતુ વીજ કંપનીને પણ વધુ આવક મળતા ફાયદો થશે.
પારડી સબ ડિવિઝનના એન્‍જીનીયર ડી.આઈ. નાયકે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, આ તમામ વીજ ચોરોની બિલોની ચકાસણી તેમજ અન્‍ય કાર્યવાહી કરી દંડની સાથે સાથે જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Related posts

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરીફાઈનું આયોજન

vartmanpravah

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ગુજરાતની ચૂંટણીમાં ઘૂસાડવા માટે બનાવાયેલ 8 કરોડની નકલી નોટ પાલઘરમાં ઝડપાઈ

vartmanpravah

દમણ વન વિભાગના ફોરેસ્‍ટ ગાર્ડ ધનસુખ પટેલ નિવૃત્ત થતાં અપાયું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment