(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા સરકારી બોઈસ હાઈસ્કૂલ ખાતે દીવ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી દીવ તથા ડિસ્ટ્રિકટ બાર એસોસિયેશન દીવ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતાને લઈને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સર્વ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહેમાનોએ પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પહેલા ઉપસ્થિત વકિલ ગણ તથા પ્રિન્સિપાલનુ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ ડિસ્ટ્રિકટ બાર એસોસિયેશનના પ્રમુખ સુરેશ ચૂડાસમા, વકિલ પારસ પૈડાં, મહિલા વકીલ એ.બી.મકવાણા, વગેરેએ કાયદાકીય જોગવાઈ વિશે વિસ્તૃત માહિતી આપી, તેઓએ બાળકોને લગતા કાનુની કાયદા તથા કાયદાનો ઉલંઘન કર્તાને થતી સજા વગેરે જણાવ્યું હતું. સાથે બંધારણ, ફરજ, હક, ટ્રાફીક નિયમો વગેરેની વિદ્યાર્થીઓને સમજણ અપાઈ, કાર્યક્રમ દરમિયાન શાબ્દિક સ્વાગત સ્કૂલના પ્રિન્સિપાલ રામજીભાઈ વાજાએ કર્યું હતું.આભારવિધી શિક્ષિકા કિંજલબેન દ્વારા કરવામાં આવી હતી. સમગ કાર્યક્રમનું મંચ સંચાલન શિક્ષક દિવ્યેશ બારીયા દ્વારા થયું હતું. કાર્યક્રમ દરમિયાન દીવ કોર્ટનો સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.