Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

સાવધાન : વલસાડ જિલ્લામાં કોરોનાએ ડબ્‍બલ સદી ફટકારી બુધવારે 218 કેસ : આરોગ્‍ય તંત્રની વધેલી દોડધામ

સૌથી વધારે કેસ રાબેતા મુજબ વલસાડમાં 124 કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વલસાડ જિલ્લામાં કોરોનાએ ખતરાની ઘંટી વગાડી દીધી છે. આજે બુધવારે અધધ… કહી શકાય તેમ પોઝિટિવ કેસનો સ્‍કોર બેવડી સદીને વટાવીને 218 નોંધાયો છે. જે વહીવટી તંત્ર સમાજ અને આમ જનતા માટે સાવધાન બનવાની ગંભીર સ્‍થિતિ ઉભી થઈ ચૂકી છે.
વલસાડ જિલ્લામાં કોરોના બેફામ બની ચૂક્‍યો છે. છેલ્લા સપ્તાહમાં રોજેરોજ કેસો નવા ઉમેરાતા જાય છે. જે હવે બેવડી સદી આંબીને 218 કેસ આજે નોંધાયા છે. ખાસ ચિંતાજનક બાબત જિલ્લામાં એ ઉદ્દભવી રહી છે કે સૌથી વધારે કેસો વલસાડ વિસ્‍તારમાં કુલ કેસોમાં અડધાથી વધારે નોંધાઈ રહ્યા છે. આજે કુલ 218 કેસ પૈકી વલસાડ વિસ્‍તારમાં 124 છે જ્‍યારે પારડીમાં 24, વાપીમાં 38, ઉમરગામમાં 18 અને ધરમપુરમાં 14 છે જ્‍યારે કપરાડા વિસ્‍તારમાં આજે ઝીરો કેસ નોંધાયો હતો. બેફામ બની રહેલ કોરોના સંક્રમણને લઈ આરોગ્‍ય તંત્રની ઊંઘ હરામ બની ચૂકી છે.

Related posts

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

vartmanpravah

દમણ પોલીસે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે એક અજાણ્‍યા વ્‍યક્‍તિની થયેલી હત્‍યાનો માત્ર 72 કલાકમાં ઉકેલેલો ભેદ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો વિદ્યાર્થી બન્‍યો ટીવી શ્રેણીમાં નારદ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલને બેસ્‍ટ ક્રિએટિવિટી પેઇન્‍ટિંગ એવોર્ડ એનાયત

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment