January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

શતાબ્‍દી એકસપ્રેસ ગાંધીનગર સુધી જશે તેમજ ઉમરગામ-મહેસાણા નવી ટ્રેન શરૂ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વાપી-ઉમરગામ વિસ્‍તારમાં વસતા ઉત્તર ગુજરાત વિસ્‍તારના મુસાફરો માટે વધુ નવી બે ટ્રેન સેવા કાર્યરત છે. જેમાં શતાબ્‍દી સુપરફાસ્‍ટને ગાંધીનગર સુધી દોડાવવામાં આવશે તેમજ ઉમરગામ-મહેસાણા નવી ટ્રેન કાર્યરત થનાર છે.
વાપી-ઉમરગામ-સરીગામના ઉદ્યોગપતિઓ અને અન્‍ય વ્‍યવસાયિકો માટે વારંવાર ગાંધીનગર જવુ પડતું હોય છે. લાંબા સમયથી માંગ હતી કે શતાબ્‍દી સુપરફાસ્‍ટને ગાંધીનગર સુધી લંબાવવી જોઈએ. આ રજૂઆતને ધ્‍યાને લઈ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને રાજ્‍યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ (સુરત)એ શતાબ્‍દી ફાસ્‍ટ ટ્રેનને ગાંધીનગર સ્‍ટોપેજ મંજૂર કર્યું છે. જે આગામી ડિસેમ્‍બર તા.24થી ચાલુ થઈ જશે. બીજી વાપી વિસ્‍તારમાં વસતા મહેસાણા-પાટણ જિલ્લાના મુસાફરો માટે ઉમરગામથી મહેસાણા વિશેષ ટ્રેન શરૂ થનાર છે. જે તા.04 જાન્‍યુઆરીથી 16 જાન્‍યુઆરી દરમિયાન ટ્રાયલ ટ્રેન છે.
ઉમરગામથીદરરોજ 5:50 વાગે ઉપડશે અને રાત્રે 2:40 કલાકે મહેસાણા પહોંચશે. જ્‍યારે મહેસાણાથી બપોરે 4:30 કલાકે ઉપડશે અને રાત્રે 1:30 વાગે ઉમરગામ પહોંચશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, આણંદ, નડીયાદ, અમદાવાદ અને ગાંધીનગર બન્ને દિશામાં ઉભી રહેશે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો સંઘપ્રદેશમાં પણ પડેલો પડઘો

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા શાળાના બાળકો માટે વોલ પેઈન્‍ટિંગ કોમ્‍પિટિશનનું આયોજન : સેંકડો બાળકો જોડાયા

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

vartmanpravah

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

vartmanpravah

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

vartmanpravah

Leave a Comment