Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ)
ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચે બનાવવામાં આવેલ ડીવાઈડરનાં નીચેના ભાગમાં સફેદ રંગના પટ્ટા ઉપર ધૂળના થર જામી જતાં વાહનચાલકો મુશ્‍કેલીમાં મુકાઈ રહ્યા છે, છતાં આ બાબતે તંત્ર ગંભીરતા દખાવી રહ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચે બનાવવામાં આવેલ ડીવાઈડરનાં નીચેના ભાગમાં સફેદ રંગના પટ્ટા ઉપર ધૂળના થર જામી જતાં વાહનચાલકો માટે ખાસ કરીને રાત્રિના સમયે અડચણ ઉભી થઈ રહી છે. રાત્રી દરમ્‍યાન અવર-જવર કરતા નાના-મોટા વાહનોને સફેદ રંગના પટ્ટા નહિ દેખાતા મોટી દુઘર્ટના થવાની ભીતિ સેવાઈ રહી છે. ચીખલી તાલુકામાંથી પસાર થતા રાજ્‍ય ધોરીમાર્ગ પર રાત્રી દરમ્‍યાન ચીખલીથી વાંસદા, વઘઈ, આહવા, સાપુતારા સુધી અનેક વાહનો પ્રસાર થતા હોય છે, જેમાંના કેટલાક વાહનો રાત્રી દરમ્‍યાન મહારાષ્‍ટ્રના નાશિકથી શાકભાજી લઈને બીલીમોરા સરદાર માર્કેટમાં તથા ચીખલી, નવસારીના માર્કેટોમાં વેપાર તેમજ અનેક વાહનો રાત્રી દરમ્‍યાન અનેક નાના-મોટા વાહનો ચીખલી તાલુકામાંથી પ્રસાર થતા હોય છે. જ્‍યારે વાહનો માટે રાત્રી દરમ્‍યાન રસ્‍તાની વચ્‍ચે મૂકવામાં આવેલ ડીવાઈડરના નીચેના ભાગે સફેદ રંગના પટ્ટાનો કલર નહિ દેખાતા દુર્ઘટના ઘટવાની નોબત આવી શકે છે. ચીખલીથી માણેકપોરસુધી રસ્‍તાની વચ્‍ચે મૂકવામાં આવેલ ડીવાઈડરના નીચેના ભાગે ધૂળનાં ઢગલા જામી જતાં પાડવામાં આવેલા સફેદ પટ્ટા વાહનચાલકોને રાત્રિના સમય દરમ્‍યાન નહિ દેખાતાં મોટી દુઘર્ટના ઘટવાની શક્‍યતા નકારાતી નથી. જ્‍યારે ચીખલી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ નિંદ્રામાંથી જાગી યોગ્‍ય રીતે ડીવાઈડરની બન્ને સાઇડની સાફ-સફાઈ કરાવે અને ડિવાઈડર યોગ્‍ય રીતે નજરે પડે વ્‍યવસ્‍થા કરવામાં આવે એ સમયની માંગ છે.

Related posts

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

છ મહિનાથી વોન્‍ટેડ પલસાણામાં થયેલ લૂટના આરોપીને ઝડપવામાં સફળતા મેળવતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

Leave a Comment