October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ધરમપુરમાં ‘યુવા શક્‍તિ સંગઠન ભવાડા’ દ્વારા યોજાયેલ પ્રથમ રક્‍તદાન શિબિર યોજાઈમાં 35 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
ધરમપુરતાલુકામાં તા.16/01/2022 ના દિને યુવા શક્‍તિ સંગઠન ભવાડા દ્વારા પ્રથમ રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું. જેમાં ગામના યુવાનો, વડીલો અને આગેવાનોએ ખુબ જ સાથ સહકાર આપી રક્‍તદાન શિબિરને સફળ બનાવ્‍યું હતું.
આ રક્‍તદાન શિબિરનું આયોજન કરનાર યુવા શક્‍તિ સંગઠન ભવાડાના યુવાઓ જયદીપભાઈ ચંદુભાઈ ગાયકવાડ, ઉર્વેશભાઈ અરવિંદભાઈ ગાયકવાડ, પરેશભાઈ જેસિંગભાઈ મહાકાળ, જીતેન્‍દ્રભાઈ શંકરભાઈ ગાયકવાડ તેમજ ગામના સરપંચશ્રી અને સામાજિક કાર્યકર્તા શ્રી જીજ્ઞેશભાઈ ચૌધરી, ઉપેન્‍દ્રભાઈ પટેલ રાજપુરી તલાટ, પરિમલભાઈ ખાનપુર અને એમના સાથી મિત્રો ઉપસ્‍થિત રહી રક્‍તદાન શિબિરને સફળ બનાવ્‍યું હતું.
આ રક્‍તદાન શિબિરમાં ઉત્‍સાહી યુવાનો અને ગામના આગેવાનોના સાથ સહકાર થકી 35 યુનિટ રક્‍તદાન થયું અને જ્‍યાં યુવા શક્‍તિ સંગઠન ભવાડાના મિત્રોએ જે આયોજન કરી આપણા આદિવાસી સમાજની એકતાનું જે ઉદાહરણ પૂરું પાડ્‍યું તે અને ખાસ કરીને રક્‍ત દાતાઓને ક્રાંતિકારી બિરસામુંડાજીની સબી, આપીને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું તે બદલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષના સદસ્‍ય કલ્‍પેશ પટેલ તમામ મિત્રોનો આભાર માન્‍યો હતો.

Related posts

લાઈસન્‍સ વિનાના વ્‍યાજખોરો હવે થશે જેલ ભેગા : શરૂઆતમાં જ સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસ

vartmanpravah

આજે વિશ્વ મહિલા દિવસઃ વન્‍ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્‍યા

vartmanpravah

વાપી વી.ટી.એ. આયોજીત ત્રિદિવસીય પ્રિમિયર લીગ-7 યોજાઈ

vartmanpravah

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળા નજીક સ્‍કૂલવાન અને ઇલેક્‍ટ્રીક બસના સ્‍ટોપેજના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

Leave a Comment