January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

શક્‍તિ એન્‍ટરપ્રાઈઝના વેપારી ભરત માલીની અટકાયત : 68325 રૂા.નો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વાપી ભડકમોરા સ્‍થિત એક હોલસેલરની દુકાનમાં બિલ-ચલણ વગરનો ગેરકાયદેસરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો પોલીસે ઝડપી પાડીને વેપારીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાપી ભડકમોરામાં કાર્યરત શક્‍તિ એન્‍ટરપ્રાઈઝ નામની દુકાનમાં એ.એસ.પી. વલસાડના સુચના આધારે પોલીસે રેડ કરી હતી. દુકાનમાંથી વિમલ પાન-મલાસાના 53 થેલા 10600 નંગ પાઉચ, તથા તમાકુના 17 થેલા 9800 પાઉચનો જથ્‍થો પોલીસને મળી આવ્‍યો હતો. આ અંગે પોલીસે માલ પેટેના બીલ-ચલન માંગેલા તે વેપારી ભરતભાઈ માલી રજૂ કરી શકેલ નહીં. તેથી પોલીસે રૂા.68325 નો મુદ્દામાલ જપ્ત કરીને 41/1 ડી હેઠળ ભરતભાઈ માલીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

vartmanpravah

વાપી ચણોદમાં બંધ દુકાનમાં અગમ્‍ય કારણોસર આગ લાગી : અફરા તફરી મચી

vartmanpravah

પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક

vartmanpravah

Leave a Comment