July 18, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

વલસાડઃ તા.૩૦: વલસાડ જિલ્લામાં ૩૩૪ ગ્રામ પંચાયતોનો સામાન્‍ય ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીના સરળ સંચાલન અને આચારસંહિતાના સંદર્ભમાં ચૂંટણીપંચના આદેશ અનુસાર વાહનોના દુર ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવા અને કાયદો વ્‍યવસ્‍થાની જાળવણીના હેતુસર જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્‍તાર સિવાય જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં મતદાનના દિવસે એટલે કે, તા.૧૯/૧૨/૨૦૨૧ અને જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૨૦/૧૨/૨૦૨૧ના રોજ વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો ફરમાવ્‍યા છે.

જે અનુસાર મતદાનના દિવસે ઉમેદવાર પોતાના ઉપયોગ માટે એક વાહન તથા મતદાર વિભાગમાં ચૂંટણી એજન્‍ટ અથવા તેના કાર્યકરો અથવા પક્ષીય કાર્યકરો માટે ચૂંટણી અધિકારી દ્વારા અપાયેલી પરમીટ ધારણ કરેલી એ જ વાહન વાપરી શકાશે અને વાહન ઉપર પરમીટ નંબર ફરજિયાત પ્રદર્શિત કરવાનો રહેશે. આ પ્રતિબંધ સરકારી અધિકારીઓ કે જે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા છે, તેઓને લાગુ પડશે નહીં.  આ વાહનમાં ઉમેદવાર/ મતદાન એજન્‍ટ/ પક્ષીય કાર્યકરો મતદારોને લાવવા- લઇ જવા માટે- અસામાજિક તત્ત્વોની હેરફેર માટે- ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકશે નહીં. કોઇપણ વ્‍યકિત પોતાના કોઇપણ પ્રકારના વાહનોમાં મતદારોની હેર-ફેર કે તેવા હેતુસર વાહનનો ઉપયોગ કરી શકશે નહીં, પરંતુ વાહનનો પોતાના અને ફકત કુટુંબના વ્‍યકિતઓ પૂરતો મર્યાદિત ઉપયોગ કરી શકશે. આ હુકમનું ઉલ્લંઘન દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

vartmanpravah

રુમ ઝુમ રથડો આવ્‍યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા

vartmanpravah

પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમની ટીમે પતિને પાઠ ભણાવ્‍યા

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

રોણવેલ 108ની ટીમે વાંઝર્ટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

vartmanpravah

Leave a Comment