October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

આજે વાપી નગરપાલિકાની સમાન્‍ય સભા : વિવિધ સમિતિઓની રચના કરાશે

ન.પા. પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી થઈ ચૂકી છે જ્‍યારે કમૂરતાનું કારણ ધરી વિવિધ સમિતિઓની રચના બાકી રાખવામાં આવી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્‍ય વિજય બાદપાલિકામાં ભાજપનું શાસન વધુ એકવાર મળેલ છે. વિજય બાદ ચૂંટાયેલ પાંખની પ્રથમ સામાન્‍ય સભા યોજાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સર્વાનુમતે વરણી કરાઈ હતી. પરંતુ પાલિકા વહિવટી તંત્રની વિવિધ સમિતિઓ અને સમિતિ ચેરમેનોની વરણી બાકી રખાઈ હતી. ખાસ કરીને કમુરતા હોવાથી સમિતિની રચના પાછી ઠેલાઈ હતી પરંતુ તેનો અંત આગામી તા.17મી જાન્‍યુઆરીએ આવી જશે. તા.17મીએ પાલિકાની સામાન્‍ય સભા યોજાશે અને વિવિધ સમિતિઓની રચના જાહેર કરવામાં આવશે.
વાપી ન.પા. ચૂંટણીમાં ભાજપને મળેલ ભવ્‍ય વિજય બાદ પ્રથમ મળેલી સામાન્‍ય સભામાં પાલિકાના પ્રમુખ તરીકે સુશ્રી કાશ્‍મિરાબેન શાહ, ઉપપ્રમુખ તરીકે શ્રી અભયભાઈ શાહ અને કારોબારી ચેરમેન તરીકે શ્રી મિતેશભાઈ દેસાઈની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ત્‍યારબાદ કમુરતા બેસી જતા પાલિકાની સમિતિઓની રચના થઈ શકી નહોતી તેથી આગામી તા.17મી જાન્‍યુઆરીએ સામાન્‍યસભા યોજાશે અને નવીન સમિતિઓની રચના કરવામાં આવશે તે પહેલા પાલિકાના રાજકારણમાં લોબીંગનો દોર આરંભાઈ ચૂક્‍યો છે. વગદાર-મલાઈદાર સમિતિ ચેરમેન બનવાની નગરસેવકોમાં હોડ પણ આરંભાઈ ચૂકી છે.

Related posts

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

vartmanpravah

પારડીના ગોઈમા ખાતેથી માનવ કંકાલ મળતા ચકચાર

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

ગુજરાતમાંથી સીકેનાયડુ ટ્રોફી માટે દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિની પસંદગી.

vartmanpravah

Leave a Comment