Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ/દીવ, તા.18
દમણમાં આજે કોરોનાના 18 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 16 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 295 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 102 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3590 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 12 વ્‍યક્‍તિને કોરોનાસુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવા 03 કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં 1) અશ્વીન ચાલ, મશાલ ચોક, દમણ (ર) તપસ્‍વીન સાગર, દિવાળી નગર, દમણ (3) સ્‍ટુડિઓ પ્‍લાઝા, નાની દમણનો સમાવેશ થાય છે.
હાલમાં દમણમાં કુલ 19 કન્‍ટેઈન્‍ટેમન્‍ટ ઝોન જાહેર છે. જેમાં દાભેલ-03, કચીગામ-02, દલવાડા-02, ભીમપોર-01, દુણેઠા-01 અને નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-10 ઝોનનો સમાવેશ થાય છે.
જયારે દાદરા નગર હવેલીમાં નવા 16 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 120 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5986 કેસ રીકવર થઇ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 511 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 16 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 240 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટીવ નહીં નોંધાતા કુલ 16 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પ્રદેશમાં હાલમાં 16 કંટાઈમેન્‍ટ ઝોન જાહેર કરાયા છે. આજરોજ 12 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમા કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 1426 લોકોને વેક્‍સીનઆપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 438685 અને બીજો ડોઝ 307752 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 1510 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 747947 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવમાં નવા બે કેસો નોંધાયા છે. કુલ 08 કેસો સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1240 કેસો રીકવર થઈ ચૂક્‍યા છે.

Related posts

દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા માર્ગ અકસ્‍માતની તપાસના વિષયમાં પોલીસકર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીનુ પરેડ દરમ્‍યાન મોત

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 16મી ફેબ્રુઆરીના શુક્રવારે સેલવાસ ખાતે વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ સમારંભનું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે જિલ્લા કલેકટરો સાથે મુખ્‍યમંત્રીએ ટેલિફોન પર વાત કરી સતકર્તા અને તકેદારી રાખવા સૂચના આપી

vartmanpravah

Leave a Comment