October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા માર્ગ અકસ્‍માતની તપાસના વિષયમાં પોલીસકર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું કરાયેલું આયોજન

ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કેન્‍દ્રિય મોટર વાહન (પાંચમું સંશોધન અધિનિયમ) 2022ની બાબતમાં પોલીસકર્મીઓને કાર્યશાળામાં આપવામાં આવેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશ પ્રશાસનના દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા આજે સડક દુર્ઘટનાઓની તપાસના વિષયમાં પોલીસ કર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશના પરિવહન વિભાગના સચિવ શ્રી નિખિલ દેસાઈના માર્ગદર્શનમાં અને પોલીસ અધિક્ષક (હેડ ક્‍વાર્ટર) શ્રી મણીભૂષણ સિંઘના સહયોગથી પોલીસ હેડ ક્‍વાર્ટરના પ્રશિક્ષણ કક્ષમાં આયોજીત આ પ્રશિક્ષણ કાર્યશાળામાં પુણે(મહારાષ્‍ટ્ર)થી લીગલ એક્‍સપર્ટ શ્રી મિલિંદ દેશપાંડે, પી.આઈ. શ્રી લોઈડ એન્‍થની તથા પરિવહન વિભાગ દમણના મોટર વાહન નિરીક્ષક શ્રી બિપિન પવારે પોલીસકર્મીઓને દુર્ઘટનાની તપાસ તથા તેના સંબંધિત અધિનિયમોની બાબતમાં વિસ્‍તારથી સમજ આપી હતી.
આ પ્રસંગે મોટર વાહન નિરીક્ષક શ્રી બિપિન પવારે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કેન્‍દ્રિય મોટર વાહન (પાંચમું સંશોધન)અધિનિયમ 2022 જારી કરાયું હોવાની જાણકારી આપી હતી. આ અધિનિયમમાં મોટર વાહન અકસ્‍માતની સ્‍થિતિમાં પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કેવી રીતે કરવી જોઈએ તેની બાબતમાં વિસ્‍તારથી બતાવવામાં આવ્‍યું છે. અધિનિયમની વિશેષ જાણકારી માટે પ્રશિક્ષણાર્થીઓને અધિનિયમની ઝેરોક્ષ નકલ પણ વિતરિત કરાઈ હતી.
પુણે મહારાષ્‍ટ્રથી ઉપસ્‍થિત રહેલા લીગલ એક્‍સપર્ટ શ્રી મિલિંદ દેશપાંડેએ જણાવ્‍યું હતું કે, માર્ગ અકસ્‍માતની તપાસના સમયે પોલીસકર્મીએ અકસ્‍માતનું સ્‍થળ, અકસ્‍માતમાં સામેલ વાહન, અકસ્‍માતથી પ્રભાવિત વ્‍યક્‍તિ વગેરેની બારિકાઈથી તપાસ કરવી જોઈએ. તેમણે જણાવ્‍યું હતું કે, તપાસનો ઉદ્દેશ પ્રભાવિતોને વહેલામાં વહેલી તકે કાયદા મુજબનો ન્‍યાય પ્રદાન કરવાનો છે. આ પ્રસંગે પોતાના વિચારો રજૂ કરતા પી.આઈ. શ્રી લોઈડ એન્‍થનીએ જણાવ્‍યું હતું કે, માર્ગ અકસ્‍માતની તપાસ કરતા સમયે આપણે ખુબ જ સાવધાનીની સાથે કામ લેવું જોઈએ. તપાસ કરતાં સમયે પીડિત વ્‍યક્‍તિ, દુર્ઘટનાની સ્‍થિતિ, વાહનની સ્‍થિતિ, વાહનનો વીમો તથા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનની સ્‍થિતિની ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ. તેમણે જણાવ્‍યું હતું કે, પોલીસ જનતાની ભલાઈ માટે છે. તેથી દરેક સમયે ખાસ કરીને દુર્ઘટનાની સ્‍થિતિમાં આપણે તેમના પ્રત્‍યે અત્‍યંત ધૈર્ય, સદ્‌ભાવનાઅને સંવેદનશીલતાનો પરિચય આપવો જોઈએ.

Related posts

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment