Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસે જુગારીઓ સામે જુગારધારા હેઠળ પણ ગુનો દાખલ કર્યો હતો. જુગારની મોસમ ખીલી છે ત્‍યારે જુગારીઓ જપવાનું નામ લેતાં નથી.
પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓનાં સુચના અનુસંધાને નાનાપોંઢા પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર એમ.કે. ભિંગરાડિયા નાઓના માર્ગદર્શન હેઠળ નાનાપોંઢા પોસ્‍ટેનો સ્‍ટાફ પ્રોહી/જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા. દરમ્‍યાન ણ્‍ઘ્‍ ગૌતમભાઈ કાળુભાઈ નાંઓને મળેલ બાતમીના આધારે ખુટલી પટેલ ફળીયામાં રાજેશભાઈની દુકાન પાછળ જુગાર રમતા તહોમતદાર (1) સતિષભાઇ મંગળભાઇ ભોયા રહે.પાનસ ઉપલા ફળિયા જી.વલસાડ, (ર) વસંતભાઇ શંકરભાઇ વાઘેરા રહે. ખુટલી પટેલ ફળીયા તા.કપરાડા જી.વલસાડ, (3) વૈચનભાઇ રામાભાઇ ભોયા ઉ.વ. રહે.પાનસ ભંડાર ફળીયુ તા.કપરાડા જી.વલસાડ, (4) કાળુભાઈ બાબલાભાઇ રહે.ખુટલી પટેલ ફળીયા તા.કપરાડા જી.વલસાડ, આરોપીઓને રોકડ રૂપિયા 1,490/- સાથે ઝડપી પાડીજુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

વલસાડમાં અનુબંધમ પોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

vartmanpravah

ચીખલીની ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

Leave a Comment