October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

  • દીવ જિલ્લાના લોકોના પ્રયાસથી સૌર ઊર્જા ઉત્‍પાદનના માધ્‍યમથી દિવસની 100 ટકા વિજળીની જરૂરિયાત પુરી કરનારો દેશનો પ્રથમ જિલ્લો દીવ બનતાં પ્રધાનમંત્રીશ્રીએ કરેલી સરાહના

  • સૌર ઊર્જાના માધ્‍યમથી દીવ જિલ્લાએ વિજળી મેળવવા થતા ખર્ચના રૂા.52 કરોડની પણ કરેલી બચત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે પોતાની ‘મનકી બાત’ કાર્યક્રમના 99મા સંસ્‍કરણમાં દીવ જિલ્લાના લોકોના પ્રયાસથી સૌર ઊર્જા ઉત્‍પાદનના માધ્‍યમથી દિવસની 100 ટકા વિજળીની જરૂરિયાત પુરી કરનારો દેશનો પ્રથમ જિલ્લો દીવ બનતાં તેની સરાહના કરી હતી. લોકોની સક્રિય ભાગીદારીથી વિજળી મેળવવા થતા રૂા.52 કરોડની બચત પણ દીવ જિલ્લાએ કરી હોવાની જાણકારી પણ પ્રધાનમંત્રીશ્રીએ આપી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દીવ જિલ્લાની પહેલથી પર્યાવરણને બચાવવા મદદ મળશે એવી પણ લાગણી વ્‍યક્‍ત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિના કરેલા ઉલ્લેખથી સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો ગદ્‌ગદિત થયા છે અને પ્રધાનમંત્રીશ્રીનો આભાર પણ પ્રગટ કરી રહ્યા છે.

Related posts

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

વાપી નવા ગરનાળા પાસે રૂા.1.11 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

ધરમપુરની એસઅમએસએમ હાઈસ્‍કૂલમાં જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના હસ્‍તે સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment