Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.02
દાદરા નગર હવેલી ભારત સ્‍કાઉટ ગાઈડ ટીમને સામરવરણી પંચાયત દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન અંતર્ગત સરપંચના હસ્‍તે પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
જિલ્લા પંચાયત સીઈઓના આદેશાનુસાર અને ડીપીઓના દિશાનિર્દેશનમા સ્‍કાઉટ ગાઈડની ટીમને પ્રદેશની દરેક પંચાયતોને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનની જવબદારી સોપવામા આવી હતી. જેમાં દરેક ગામના વિસ્‍તારોમાં જઈ ભીનો કચરો અને સૂકો કચરો અને કચરાપેટીનું મહત્‍વ અંગે જાણકારી આપી હતી. જે સંદર્ભે સામરવરણી પંચાયતના સરપંચ કળતિકાબેન બારાતના હસ્‍તે દરેક સ્‍વચ્‍છતા સર્વેક્ષણની ટીમને 73મા ગણતંત્ર દિવસ સમારોહ પંચાયતમાં સહયોગ માટે પણ પાંચ સભ્‍યની ટીમને પણ પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
પંચાયતના સરપંચ કળતિકાબેને જણાવ્‍યું કે દાનહમાં ડો.એપીજે અબ્‍દુલ કલામ કોલેજ, લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલ અને જય હિન્‍દ ઓપન ગ્રુપ ભારત સ્‍કાઉટની સેવાભાવના કોરોનાકાળથી જ સર્વોપરી રહી છે.
પ્રશાસનને પણ જયારે પણ કોઈપણ પ્રકારનીસહાયતાની આવશ્‍યકતા હોય છે તો સ્‍કાઉટ ગાઈડની મદદ વળે એને પૂર્ણ સફળ બનાવે છે. કારણકે ભારત સ્‍કાઉટ ગાઈડ અનુશાસનપૂર્વક કાર્યને પૂર્ણ કરે છે જેના માટે અજય હરિજન અને શીતલ ચૌહાણ અને સમસ્‍ત દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ અને પ્રશાસનનો આભર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૭ સુધી ૧૧ સ્થળો પર Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

vartmanpravah

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

Leave a Comment