Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૭ સુધી ૧૧ સ્થળો પર Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાશે

જિલ્લા કક્ષાની ઉજવણી ધરમપુર તાલુકાના વિલ્સન હિલ પર તા. ૬ મે ના રોજ થશે

જિલ્લામાંથી ૫૦૦૦ થી વધુ યુવાનો સહભાગી થઈ દેશના વિકાસ માટેના વિચારો રજૂ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G- 20 નું અધ્યક્ષ સ્થાન મળ્યું છે ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા વલસાડ જિલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહ મંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક કૌશલભાઈ દવેના નેતૃત્વમાં Y-20 Gujarat Talks (Y-20 ગુજરાત સંવાદ) કાર્યક્રમનું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના માધ્યમથી સમગ્ર રાજ્યમાં તથા સમગ્ર વલસાડ જિલ્લામાં આયોજન કરાયું છે. જેની શરૂઆત તા. ૨૮ એપ્રિલના રોજ અમદાવાદથી થઈ હતી.
એક મહિના સુધી સમગ્ર ગુજરાતમાં તથા આગામી તા. ૧ મે થી ૭ મે સુધી Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ વલસાડ જિલ્લાની ૬ તાલુકા પંચાયત અને ૫ નગરપાલિકા મળી કુલ ૧૧ સ્થળ પર થશે. જેમાં વલસાડ જિલ્લાના ૫૦૦૦ થી વધુ યુવાનો સહભાગી થઈ દેશના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમમાં જોડવા માટે મો.નં. ૮૪૦૧૪૦૦૪૦૦ પર ડાયલ કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન લિંક આવશે જે ભરીને યુવાનો આ કાર્યક્રમમાં જોડાઈ શકશે. આ કાર્યક્રમ ખુલ્લા મંચ પરથી કરવામાં આવશે.
વલસાડ જિલ્લાનો Y-20 Gujarat Talksનો પ્રથમ કાર્યક્રમ તા. ૧ મે ના રોજ વાપી KBS કોલેજ ખાતે યોજાશે. જે ક્રમશ તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં થશે. જિલ્લા કક્ષાનો વિશેષ ગુજરાત સંવાદ કાર્યક્રમ તા. ૬ મે ૨૦૨૩ને શનિવારે વલસાડ જિલ્લાના લોકપ્રિય પર્યટન સ્થળ વિલ્સન હીલ, ધરમપુર ખાતે યોજાશે. Y-20 ગુજરાત સંવાદના દરેક કાર્યક્રમમાં અલગ-અલગ પાંચ વિષયો પર યુવાનો સંવાદ કરશે. દરેક વિસ્તારના કાર્યક્રમના વિષય અલગ રહેશે. જે અંગે ધરમપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ અને જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયાએ માહિતી આપતા જણાવ્યું કે, અલગ અલગ પાંચ વિષયમાં (૧) કાર્યનું ભવિષ્યઃ ઉદ્યોગ ૪.૦, ઈનોવેશન અને ૨૧મી સદીની કુશળતા, (૨) આબોહવા પરિવર્તન અને આપત્તિ જોખમમાં ઘટાડો, સ્થિરતાને જીવનનો માર્ગ બનાવવો, (૩) વહેંચાયેલુ ભવિષ્યઃ લોકશાહી અને શાસનમાં યુવા, (૪) શાંતિ નિર્માણ અને સમાધાનઃ યુધ્ધ ન થવાના યુગની શરૂઆત અને (૫) આરોગ્ય સુખાકારી અને રમત ગમતઃ યુવાનો માટે કાર્યસૂચિ વિષયનો સમાવેશ કરાયો છે. જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી દેશના વિકાસમાં પોતાના વિચારોનું યોગદાન આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં તા. ૧ થી ૭ મે સુધી આ સ્થળો પર સંવાદ કાર્યક્રમ થશે

 

Related posts

ભિલાડ નંદીગામના પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવી પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટેલા આરોપી ધવલ જાડેજા પોલીસ હિરાસતમાં

vartmanpravah

પારડી મુખ્‍ય ઓવરબ્રિજ પર કન્‍ટેનર અને ટેમ્‍પા વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment