Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
દાદરા નગર હવેલીના સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં ન્‍હાવા જતા તણાઈ જતા એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી નહેર નજીક રહેતા સિધ્‍ધાર્થ અવધેશ પાંડે ઉ.વ.11 જે સવારે લગભગ 10-30 વાગ્‍યાના સુમારે પોતાના ઘર નજીક આવેલ નહેરમાં બીજા 3 મિત્ર સાથે નહાવા ગયો હતો. સિધ્‍ધાર્થને તરતા આવડતુ નહીં હતું. જેથી જોતજોતામાં નહેરના પાણીમા ગરકાવ થઈ ગયો હતો. એના સાથી મિત્રોએ ઘટનાની જાણ એના પરિવારને કરી હતી.
ઘટના સ્‍થળથી થોડે દૂર સિધ્‍ધાર્થની બોડી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને પરિવારના સભ્‍યો પહોંચ્‍યા હતા. પોલીસની ટીમે લાશનો કબ્‍જો લઈ પીએમ માટે સિવિલમા મોકલી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ સુરેશ રાઉતે હાથ ધરી છે.

Related posts

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

સાદકપોરમાં મારૂતિ વાન અને મોપેવડ વચ્‍ચે અકસ્‍માતઃ એકનું ઘટના સ્‍થળે જ મોત, એક ઘાયલ

vartmanpravah

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment