October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

સંઘપ્રદેશના ઈર્ન્‍ફોમેશન ટેક્‍નોલોજી વિભાગ જ ‘અપડેટ’ નહીં હોવાની ઉભી થયેલી છાપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી(આઇ.ટી.) વિભાગ દ્વારા પ્રદેશની જનતાને એક જ જગ્‍યા પરથી ડિપાર્ટમેન્‍ટની માહિતી અને સર્વિસ અંગે ‘માય ડીડીડી’ એન્‍ડ્રોઇડ એપ લોન્‍ચ કરવામાં આવેલ છે. પરંતુ જેમાં કોઈપણ વિભાગના અધિકારીઓના સંપર્ક નંબર આપવામાં આવેલ નથી. પોલીસ વિભાગમાં હાલમાં પણ સંઘપ્રદેશના ડી.આઇ.જી. તરીકે શ્રી વિક્રમજીત સિંહ અને એસ.પી. તરીકે શ્રી હરેશ્વર સ્‍વામીનો જ નંબર જોવા મળે છે.
ઉપરાંત પ્રવાસન, આરોગ્‍ય વિભાગ તેમજ નગરપાલિકા, શિક્ષણ વિભાગ, કલેક્‍ટોરેટ વિભાગમાં પણ ફક્‍ત ઇ-મેઇલ આઈ.ડી. અને વેબસાઈટ તથા લેન્‍ડલાઈન નંબર જોવા મળે છે. અધિકારીઓના વ્‍યક્‍તિગત સંપર્ક નંબરો જોવા મળતાનથી. ટ્રાન્‍સપોર્ટ વિભાગમાં પણ અહીંથી બદલી થઈ ગયેલ હોય તેવા અધિકારીઓના જ નામો જોવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, દા.ન.હ. પ્રશાસનની દરેક ઓફીસ સાંજે 6:00 વાગ્‍યે બંધ થઈ જાય છે, તેથી જનતાએ ઈમરજન્‍સી કે કોઈપણ સંકટ સમયે કોનો સંપર્ક કરવો? તેથી આ એપમાં લાગતા-વળગતા તમામ અધિકારીઓના મોબાઈલ નંબરો પણ રાખવામાં આવે એ જરૂરી છે. અને જેવી રીતે એપમા જૂના અધિકારીઓના નામો અને લેન્‍ડલાઈન નંબરો લખેલા જોવા મળે છે. એટલે કે, સંઘપ્રદેશ પ્રશાસનની મહત્ત્વની ‘માય ડીડીડી’ એન્‍ડ્રોઇડ એપ લોન્‍ચ કરાયા બાદથી આજ સુધી અપડેટ કરવામાં આવેલ નહીં હોવાનું પ્રતિત થાય છે. જેથી આ એન્‍ડ્રોઇડ એપને તાત્‍કાલિક અપડેટ કરવામાં આવે જેથી સંઘપ્રદેશની જનતાને યોગ્‍ય અને જરૂરી માહિતી મળી શકે.

Related posts

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી

vartmanpravah

નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓની ભરમાર, લોકો કરી રહ્યા છે ચંદ્રની સપાટીનો અહેસાસ

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

દમણમાં આદિવાસી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કરાવેલો આરંભ

vartmanpravah

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

Leave a Comment