July 29, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04
પારડી પંથકમાં છેલ્લા કેટકાય સમયથી ચોરીની નિરંતર ઘટનાઓ બની રહી છે.પરંતુ અવનવી તરકીબો અજમાવવા છતાં દારૂની ગાડીને પકડવાના માહિર પારડી પોલીસ ચોરોને કે ચોરીની ઘટના રોકવામાં સદંતર નિષ્‍ફળ નીવડી છે.
જાણે પારડી પોલીસ અને ચોરો વચ્‍ચે કોઈ જાતનું સંકલન હોય એમ રાત્રીના બદલે ધોળે દિવસે પણ ચોરી કરવાનું શરૂ કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્‍યો છે. પારડી નગરમાં પૂર્વ બાજુએ એકબીજાની ઘરની બાજુમાં બિન્‍દાસ ચોરીઓ કર્યા બાદ હવે આ ચોરોએ પશ્‍ચિમ બાજુએ ચોરીની શરૂઆત કરી પારડીમાં પોતાનું રાજ હોવાનું સાબિત કર્યું છે.
પારડી સ્‍ટેશન રોડ સ્‍થિત ડી.ડી ઓ.સ્‍કૂલ ની બાજુમાં આવેલા મેના એપાર્ટમેન્‍ટ ફ્‌લેટ નંબર 102માં રહેતા ભાવિકભાઈ વિનોદચંદ્ર જોશી અને પત્‍ની ભૂમિકાબેન જોશી શુક્રવારના રોજ સવારે પોતાનો ફ્‌લેટ બંધ કરી લગભગ સાડા દસેક વાગ્‍યે પારડીજીઆઇડીસી ખાતે આવેલા ફેકટરી માં ગયા હતા આ દરમિયાન ચોરોએ તેમના ઘરને ધોળે દિવસે નિશાન બનાવી ફ્‌લેટના દરવાજા નું સેન્‍ટર લોક તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાં રાખેલા અંદાજે રોકડા રૂપિયા 15 થી 20 હજાર અને સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી,વિટી સહિતના સોનાના દાગીના અંદાજે 3 થી 4 તોલા ની ચોરો ચોરી કરી ભાગી છૂટયા હતા
બપોરે એક વાગ્‍યે ભાવિકભાઈ અને પત્‍ની ભૂમિકાબેન બાળકને ટયુશનમાંથી લઈ ઘરે જમવા માટે આવતા સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
શ્રી ભાવિકભાઈ અને ભૂમિકાબેન તેમના દીકરાની જનોઈ માટે દાગીના અને રોકડ રકમ એકત્ર કરી રહ્યા હતા. તે રકમની જ ચોરી થવા પામતા પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છ અને આવી ચોરી કરતા તસ્‍કરોને ઝડપી પાડવા ની માંગ કરી રહ્યા છે.
પારડી પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી બિલ્‍ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી ચોરોનું પગેરૂ મેળવવાની મથામણ હાથ ધરી છે. પરંતુ અગાઉ થયેલ દરેક ચોરીના પણ સી.સી.ટીવી ફૂટેજ જોઈ ચોરોનું કઈ ન પણ ઉખેડી ન શકેલી.
પારડી પોલીસ અને આ ચોરો વચ્‍ચે કઈક સંકલન હોવાનું પણ લોકોમાં કાનાફુસી ચાલી રહી છે નહીં તો આટ આટલી નવી નવી તરકીબો અજમાવવા છતાં જો પારડી પોલીસ દારૂની ગાડી પકડીશક્‍તિ હોય તો આવા ચીંધી ચોરને પકડવા પોલીસ માટે ડાબા હાથનો ખેલ છે.

Related posts

વાપી હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા રાહદારીનું ટ્રકની ટક્કરથી ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રોટરી હરીયા હોસ્‍પિટલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની માન પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં સામી દિવાળીએ માર્ગ મકાન વિભાગ દ્વારા 25 રસ્‍તાઓનું નવીનીકરણ કરાતા લોકોમાં રાહત

vartmanpravah

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં આદિવાસીઓઍ કરેલો સત્યાગ્રહ: વિધાનસભા ઘેરવાનો કરેલો પ્રયાસ

vartmanpravah

Leave a Comment