(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04
નાની દમણ મસાલ ચોક ખાતે તા.05/02/2022, શનિવાર વસંત પંચમીના પાવન દિને ત્રિશક્તિ ધામ મસાલચોક, મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની ભૂમીને વસંત પંચમીના દિને એક વર્ષ પૂર્ણ થતા શ્રી સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા.05/02/2022 શનિવારના દિને સવારે 09.00 વાગ્યે પ્રારંભ થશે અને સાંજે 05.00 વાગ્યે વિરામ લેવાશે.
આ યજ્ઞ પાંચ દિવસ સતત ચાલશે અને યજ્ઞની પુર્ણાહુતી તા.09/02/2022 બુધવાર ખોડિયાર જયંતીના દિને સાંજે 04.30 કલાકે થશે. તા.09/02/2022 બુધવારના દિને ખોડિયાર જયંતિ હોવાથી માતાજીને સવારે 56 ભોગનો અન્નકૂટ મુકવામાં આવશે અને બપોરે 12.00 વાગ્યે માતાજીના તાવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભજનસંઘ્યાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
પાંચ દિવસબપોરે 12.00 વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના માઈ ભક્ત ભદ્રેશભાઈ અને ભગવતી સેવા સમિતિ પરિવાર માતાજીના બધા ભક્તોને આ ભાગીરત કાર્યમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને બધા ભક્તોને કોરોના મહામારીને ધ્યાને લઈ બધાએ ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે.
