Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

દમણ ખાતે એન્‍જિનિયરિંગ કોલેજ, સેલવાસમાં બની રહેલ ટોકરખાડા હાયર સેકેન્‍ડરી સ્‍કૂલ, ઝંડાચોક સ્‍કૂલ તથા ટોકરખાડા સ્‍કાય વોકની મુલાકાત લઈ આપેલા જરૂરી દિશા-નિર્દેશો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે બપોર બાદ પ્રદેશમાં કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યના નિરીક્ષણની શરૂઆત વરકુંડની એન્‍જિનિયરિંગ કોલેજથી કરી હતી. ત્‍યારબાદ તેમણે સેલવાસ શહેરમાં ચાલી રહેલ વિવિધ વિકાસના કામોની મુલાકાત લીધી હતી. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ટોકરખાડા અને ઝંડાચોક શાળાના વિકાસ કામોનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલે આજરોજ પ્રશાસનિક અધિકારીઓ સાથે દમણની એન્‍જિનિયરિંગ કોલેજની મુલાકાત લીધી હતી અને તેમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જે દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિકાસકામોને સંબંધિત અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને સ્‍થળ ઉપર જ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
ત્‍યારબાદ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસ ખાતે આવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા ટોકરખાડા, સ્‍કાય વોક ટોકરખાડા અને સરકારી શાળા ઝંડા ચોકનીમુલાકાત લીધી હતી અને ત્‍યાં ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રશાસનિક અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ સાથે તેમના સલાહકાર શ્રી એ.કે સિંઘ, નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, આરોગ્‍ય સચિવ ડૉ.એ. મુથમ્‍મા, દમણ જિલ્લા કલેકટર ડો.તપસ્‍યા રાઘવ, દાનહ જિલ્લા કલેકટર ડો.રાકેશ મિન્‍હાસ, પીડબલ્‍યુડી સચિવ શ્રી સૌરભ મિશ્રા અને અન્‍ય પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે ગુરુપૂર્ણિમાની થયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

Leave a Comment