Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશનો અને સમીક્ષા બેઠક બાદ દમણ-સેલવાસના નિર્માણાધીન શૈક્ષણિક સંકુલની લીધેલી મુલાકાત

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા સાંસ્‍કૃતિક વિકાસમાં કોઈ કસર બાકી નહી રહી જાય અને વિવિધ પ્રોજેક્‍ટોના કાર્યાન્‍વયનમાં કોઈ ક્ષતિ નહી રહે તે માટે ઉચ્‍ચ અધિકારીઓ સાથે કરેલું મનન-મંથન અને મસલત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ સચિવાલય ખાતે લગાતાર ત્રણ દિવસ અધિકારીઓ અને વિવિધ એજન્‍સીઓના પ્રેઝન્‍ટેશન નિહાળી જરૂરી સૂચનાઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા સાંસ્‍કૃતિક વિકાસમાં કોઈ કસર બાકી નહી રહી જાય અને વિવિધ પ્રોજેક્‍ટોના કાર્યાન્‍વયનમાં કોઈ ક્ષતિ નહી રહે તે માટે ઉચ્‍ચ અધિકારીઓ સાથે મનન-મંથન અને મસલત કરી હતી.
આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં પણ અધિકારીઓ સાથે બેઠક યોજી ભાવિ યોજનાઓની રૂપરેખા સમજી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્‍યા બાદ વિવિધ વિકાસના કામોની મુલાકાત માટે પ્રસ્‍થાન કર્યુ હતું.

Related posts

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે હોન્‍ડ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડયોઃ રૂા. 15.07 લાખો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

વાપી હાઈવે ઉપર રૂવાટા ઉભા થઈ જાય તેવા અકસ્‍માતમાં કાર ચાલક બાલ બાલ બચી ગયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

કપરાડા આસલોણામાં લગ્ન વિચ્‍છેદનો ન્‍યાય કરવા બેઠેલ પંચની સામે જ ઢોર માર મારતા યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment