(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નેત્રંગ, તા.04: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રો. ગીતા વળવીની પ્રાર્થનાથી શુભારંભ થયેલ આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના તમામ ગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 21મી સદીમાં ગુરુ અને શિષ્ય તે વિષય પર એકવકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રસપ્રદ સ્પર્ધાના અંતે ત્રણ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુરુનો મહિમા વર્ણવતા કોલેજના આચાર્યશ્રી ડો. જી.આર. પરમારએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ગુરુનો મહિમા જાળવવો ખૂબ જ જરૂરી છે. તેમણે ભારતીય પરંપરા અને વૈદિક સંસ્કળતિ પર ભાર મુકતા ગુરુના માર્ગદર્શન હેઠળ સારા શિષ્યો તૈયાર થાય અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપે તે બાબત પર ભાર મૂક્યો હતો. અર્થશાષા વિભાગના અધ્યક્ષ પ્રોફેસર અરવિંદભાઈ મયાત્રાએ આજના સમયમાં ગુરુદ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એ બાબતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સંસ્કળત વિભાગના અધ્યક્ષ ડો. સંજય વસાવાએ પ્રાચીન ભારતમાં ગુરુ મહિમા અને ગુરુકુળ વિશે માનનીય વ્યાખ્યાન આપ્યું હતું. કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ, ડો.જશવંત રાઠોડે કોલેજની વિવિધ ઉપલબ્ધિઓને ગણાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જયશ્રીબેન દેસાઈએ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જ્ઞાન ધારાના સંયોજક પ્રો. દિગેસ પવાર દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ પ્રો. પ્રકાશ પરમાર દ્વારાકરવામાં આવી હતી.